શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 માર્ચ 2021 (11:23 IST)

આજથી બે દિવસ બેંક હડતાલ, સૂરતમાં 600 કરોડ રૂપિયાનુ ટ્રાંજેક્શન થશે પ્રભાવિત

કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ બેંક ખાનગીકરણના વિરોધમાં દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી સોમવાર અને મંગળવારે હડતાલ કરશે. તેમા સૂરતથી 15 હજાર કર્મચારી સામેલ થશે. બેંકોની હડતાલથી લગભગ 600 કરોડનુ ટ્રાંજેક્શન અવરોધાશે. 15 અને 16 માર્ચના રોજ હડતાલ પહેલા જ શહેરના બેંક કર્મચારીઓએ કાળુ માસ્ક પહેરીને વિરોધ કર્યો. 
 
દક્ષિણ ગુજરાતમાં ખાનગી અને સરકારી સહિત કુલ 45 બેંકોની 750 શાખાઓ છે. જ્યારે કે નેશનાલીઝ 11 બેંકોની 250 શાખાઓ છે. સૂરતમાં બે દિવસમાં હડતાલથી લગભગ 600 કરોડનુ ટ્રાજેક્શન અવરોધાશે. બેંક કર્મચારી સંગઠનનો આરોપ છે કે સરકાર બેંકોને ખાનગી કંપનીઓને સોંપવા માંગે છે. તેમણે વિદેશી રોકાણકારોના હવાલે બેંક કરવાનો આરોપ પણ લગાવ્યો છે.