શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (12:07 IST)

ભારતમાં ટ્વિટરને હવે નહી મળે લીગલ પ્રોટેક્શન, નવા આઈટી નિયમોનુ પાલન ન કરવુ ટ્વિટરને ભારે પડ્યુ

નવા આઈટી રૂલ્સનુ પાલન ન કરવુ ટ્વિટરને ભારે પડ્યુ છે. ટ્વિટરને ભારતમાં મળનારી લીગલ પ્રોટેક્શન એટલે કે કાયદાકીય સુરક્ષા ખતમ થઈ ગઈ છે. સરકારે 25 મે ના રોજ નવા નિયમ લાગૂ કર્યા હતા, પણ ટ્વિટરે આ નિયમોને અત્યાર સુધી લાગૂ ન કર્યા, જયારબાદ એક્શન લેવામાં આવી છે. 
 
જો કે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે આદેશ રજુ કરવામાં આવ્યુ નથી, ણ ટ્વિતરે અત્યાર સુધી નવા આઈટી નિયમોને લાગૂ નથી કર્યા તેથી તેનુ લીગલ પ્રોટેક્શન આપમેળે જ ખતમ થઈ ગયુ છે. 
 
આનો મતલબ શુ છે ? 
 
ટ્વિતરના લીગલ પ્રોટેક્શનનુ હટવુ ખૂબ ગંભીર મામલો છે. હવે ટ્વિટર ભારતીય કાયદાની હદમાં આવી ગયુ છે અને તએને કોઈપણ આપત્તિજનક કંટેટ માટે જવાબદાર ઠેરવી શકાય છે. સાઈબર લૉ એક્સપર્ટ્સ જણાવે છે કે આઈટી એક્ટની ધારા 79 હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લીગલ પ્રોટેક્શન મળે છે. તેમા કોઈપણ અપરાધિક ગતિવિધિઓ માટે કંપનીની જવાબદારી હોતી નથી. પણ જો કોઈ કાયદાકીય ઉલ્લંઘન થાય છે આ માટે ટ્વિટરના ઈંડિયા હેડની જવાબદારી રહેશે. 
 
ટ્વિટર વિરુદ્ધ એક્શન કેમ 
 
સરકારે 25 ફેબ્રુઆરીના રોજ નવા આઈટી નિયમોની જાહેરાત કરી હતી અને તેને લાગૂ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં એક નોડલ અધિકારી, ફરિયાદ અધિકારી અને અનુપાલન અધિકરીની નિમણૂંક કરવા કહેવામાં આવ્યુ હતુ. નિયમોમા સ્પષ્ટ આ ત્રણેય અધિકારી ભારતીય અને કંપનીના અધિકારી હોવા જોઈએ. પરંતુ ટ્વિટરે અત્યાર સુધી આ નિયમોને લાગૂ કર્યા નથી. 
 
જો કે સરકારે પગલા લેવાને બદલે ટ્વિટરને ટાઈમ આપ્યો. સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ કે 5 જૂનના રોજ કેન્દ્રને એક નોટિસ રજુ કરી બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને નિયમ લાગૂ કરવા કહ્યુ. 6 જૂનના રોજ ટ્વિટરે સરકારને જણાવ્યુ કે તેણે ભારતમાં નોડલ અને ફરિયાદ અધિકારીના રૂપમાં એક વ્યક્તિની નિમણૂક કરી છે, પણ સરકારે કહ્યુ કે તે કંપનીનો કર્મચારી નથી અને એક લૉ ફર્મમાં કામ કરનારો વકીલ છે. 
 
પછી જ્યારે ટ્વિટરે વધુ આલોચના થતા કહ્યુ કે તે કર્મચારી કંપનીની સાથે કોંટ્રેક્ટ પર છે. સરકારે તેને પણ  માની લીધુ. પણ તેમ છતા ટ્વિટર તરફથી અનુપાલન અધિકારીની નિમણૂક ન થઈ. આ કારણે કેન્દ્ર સરકાર તરફથી ટ્વિટરને મળનારી કાયદાકીય સુરક્ષા આપમેળે જ ખતમ થઈ ગઈ. 
 
પહેલો કેસ પણ નોંધાયો 
ઉત્તર પ્રદેશની ગાજિયાબાદ પોલીસે લોની વિસ્તારમાં અબ્દુલ સનદ નામના એક વૃદ્ધની સાથે મારપીટ અને અભદ્રતા કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયા પછી FIR નોંધી હતી. આ તમામ પર ઘટનાને ખોટી રીતે સાંપ્રદાયિક રંગ આપવાના કારણે એક્શન લેવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે એક વૃદ્ધ મુસ્લિમને માર મારવામાં આવ્યો અને તેની દાઢી કાપી નાંખવામાં આવી.
 
 
નિયમોનું પાલન ન કરવાનું ભારે પડ્યું
નવા આઈટી નિયમોનું પાલન ન કરવું ટ્વિટરને ભારે પડી ગયુ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, ભારતમાં હવે ટ્વિટરે કાયદાકીય સુરક્ષાનો આધાર ગુમાવી દીધો છે. સરકાર તરફથી 25 મેથી લાગુ થયેલા આઈટી નિયમોને ટ્વિટરે અત્યારસુધી લાગુ કર્યા નથી, જે પછી તેની વિરુદ્ધ આ પગલું ભરવામાં આવ્યું છે, એટલે કે ટ્વિટર પર પણ હવે IPC અંતર્ગત કેસ નોંધાઈ શકશે અને પોલીસ પૂછપરછ પણ કરી શકશે.
 
પોલીસે વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા બધા દાવા પાછળનું અસલી કારણ  જણાવ્યું છે. ગાઝિયાબાદ પોલીસે જણાવ્યું હતું કે તેઓએ એફઆઈઆર નોંધી છે અને આ ઘટનામાં સામેલ એક વ્યક્તિ પરવેશ ગુર્જરની ઘટનામાં સામેલ થવા બદલ ધરપકડ કરી છે. આ ઘટના 5 જૂનના રોજ બની હતી, પરંતુ તેના વિશે પોલીસને બે દિવસ બાદ જાણ કરવામાં આવી હતી.
 
પોલીસનું કહેવું છે કે આ સમગ્ર ઘટના પાછળનું અસલી કારણ તાંત્રિક પ્રથા છે. પીડિતા વડીલે આરોપીને કેટલાક તાવીજ આપ્યા હતા, જેનુ પરિણામ ન મળતા તેના પર નારાજ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો. પોલીસે એ પણ જણાવ્યુ કે પીડિતે પોતાની  FIR માં જય શ્રી રામના નારા લગાવવા અને દાઢી કાપવાની વાત નોંધાવી નથી.