રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (16:25 IST)

રેલવેમાં 62,907 પદો પર ભરતી, indianrailways.gov.in પર આ રીતે કરો અરજી

રેલવે રિક્રૂટમેંટ બોર્ડ (RRB)એ ગ્રુપ ડી પદ માટે ઓનલાઈન અરજી માંગી છે. રેલવે રિક્રૂટમેંટ બોર્ડ કુલ 62907 પદ પર ભરતી કરી રહ્યુ છે.  indianrailways.gov.in પર અરજીની પ્રક્રિયા આજે 10 વાગ્યાથી ખુલી ગઈ છે  અરજી 12 માર્ચ સુધી કરી શકાશે.  18 થી 31 વર્ષની વયના ઉમેદવાર આ પદ માટે અરજી કરી શકે છે. 
 
આ રીતે કરો અરજી 
 
અરજી કરવા માટે સૌ પહેલા indianrailways.gov.inની વેબસાઈટ પર જાવ 
અહી Railway Recruitment Board (RRB) લિંક પર ક્લિક કરો 
અહી આપેલા જોન જેવા કે અમદાવાદ, ચંડીગઢ, કલકત્તા, જમ્મુ કાશ્મીરમાંથી તમારુ જોન પસંદ કરો અને ક્લિક કરો. 
 
અરજી માટે જુદા જુદા જોનના આ પેજ ખુલશે જેવુ કે અમદાવાદનુ  ahmedabad.rrbonlinereg.in પર લોગઈન કરો એપ્લીકેશન પ્રિંટ લો.