મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 22 માર્ચ 2019 (13:50 IST)

આજે ફરી વધ્યા પેટ્રોલના ભાવ, જાણો શુ છે તમારા શહેરમાં આજનો ભાવ

આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે બુધવારે 22  માર્ચ 2019ના રોજ પેટ્રોલના ભાવ 5 વધાર્યા જ્યારે કે ડીઝલની કિમંતમાં 7 પૈસાની કપાત કરી. 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.76   રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.84 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.38 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.57 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 66.65 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.44 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 69.81 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.43  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.

ગુજરાતમાં આજે પેટ્રોલનો ભાવ(Today's Rate of Petrol in Gujarat)  70 .14 રૂપિયા પર લીટર છે.