અત્યંત લુ મૃત્યુનું કારણ બની શકે છે
ઉનાળાનું અસહ્ય તાપમાન તથા ગરમીને કારણે લુ લાગવાના બનાવો બને છે. અત્યંત લુ મૃત્યુનું કારણ બની શકે છે. સખત તાપમાં વધુ પડતી મહેનતનું કામ કરવાથી કે ફરવાથી તથા ગરમ હવાવાળા હવામાનમાં શરીરને પૂરતું ઢાંકયા વગર કામ કરવાથી લૂ લાગે છે. લુ લાગવાના લક્ષણો માથાનો દુઃખાવો થવો, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, થાક લાગવો અને સ્નાયુનો દુખાવો થવો, શરીરનું તાપમાન વધુ રહે, નાડીના ધબકારા ૧૨૦ કે તેથી વધુ થવા, ચામડી લાલ થઇ જાય, મોટી ઉમર કે એકદમ નાની ઉંમરની વ્યકિત, જાડુ શરીર હોય તેવી વ્યકિત, જે વ્યકિત વાતાવરણથી ટેવાયેલ ન હોય તથા જે વ્યકિતને કોઇ ચેપ લાગેલો હોય કે પાચનતંત્રની ખરાબી, ઝાડા-ઉલ્ટી થયા હોય તેવી વ્યકિતને લુ લાગવાની શકયતા વધુ રહે છે લુ ન લાગે તે માટે શું કરવું સફેદ કે આછા રંગના ખુલતા કપડા પહેરવા, સખત તાપમાં સખત એક ધારૂ કામ ન કરવું પરંતુ કામ દરમિયાન થોડા થોડા સમયે આરામ કરવો, કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું, જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું પરંતુ તે બાજુ પીઠ રહે તે રીતે કામ કરવું, શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્લો રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે, લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું. લુ લાગે ત્યારે શું કરવું લુ લાગે ત્યારે સૌથી અગત્યનું કામ શરીરની ગરમી ઘટાડવાનું છે. જરા પણ સમય ગુમાવ્યા વગર સારવારના પગલાં લેવા જોઇએ. સૌ પ્રથમ વ્યકિતને છાયામાં લાવો, લુ લાગેલ વ્યકિતએ પહેરેલા કપડા ઢીલા કરવા, શરીર પર ઠંડુ પાણી છાંટી શકાય અથવા ઠંડા પાણીમાં બોળેલા કપડા વડે શરીરને ઢાંકવું જોઇએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આરોગ્ય કર્મચારી તથા આંગણવાડી પર રખાયેલ પાઉડરના પેકેટમાંથી દ્વાવણ બનાવી દર્દીને પીવડાવવું જોઇએ, જેમ બને તેમ વધુમાં વધુ પ્રવાહી આપવુ જોઇએ, પ્રાથમિક સારવાર બાદ બને તેટલા જલદી દર્દીને નજીકના દવાખાને કોઇપણ જાતની ઢીલ વિના ખસેડો.