હેલ્થ કેર : માત્ર 3 મિનિટ કસરત કરો અને સ્લીમ રહો

વેબ દુનિયા|

P.R
શું તમે કામના બોઝ નીચે એટલા દબાઇ ગયા છો તે કસરત કરવા માટેનો સમય જ નથી ફાળવી શકતા? તો તમારા માટે એક ખુશખબર છે. તમારે હવે અઠવાડિયામાં માત્ર ત્રણ મિનિટ જ કસરત માટે કાઢવી પડશે અને માત્ર આટલી જ જહેમત કરીને તમને તમારું શરીર સ્લિમ કરવામાં મદદ મળી શકે છે.

બ્રિટિશ સંશોધકોનો દાવો છે કે ઓછા સમયગાળાની સખત મહેનત જ સ્લિમ બનવા માટે પૂરતી છે. સંશોધકોએ તેમના સંશોધન બાદ જાણ્યું કે રોજ કલાકો જિમમાં ગાળવા કરતા અઠવાડિયામાં એક દિવસ પ્રભાવી રીતે કસરત કરવી જોઇએ.

સંશોધકોનું કહેવું છે કે હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ(એચઆઈટી) શરીરમાં ચરબીને બાળવા માટેના સર્જે છે. આ હોર્મોન ગ્લુકોઝને લોહીના માધ્યમ દ્વારા સ્નાયુઓના કોશમંડળમાં મોકલે છે જ્યાં તે ઊર્જા સ્વરૂપે બળે છે.
ડેલી એક્સપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટમાં સંશોધકોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ઓછા સમયગાળાની સખત કસરતથી ભૂખ ઓછી કરવામાં મદદ મળે છે જ્યારે કલાકો કસરત કરવાથી વધારે ભૂખ લાગે છે. મુખ્ય સંશોધક પ્રોફેસર જેમ્સ ટિમોન્સે જણાવ્યું કે આનો પ્રભાવ એ પડશે કે જેઓ વજન ઓછું કરવા ઇચ્છે છે તેમણે કસરત પછી નાસ્તા પર તૂટી પડવાનો વારો નહીં આવે, જેવું મોટી કસરત કર્યા બાદ હંમેશા થતું હોય છે.


આ પણ વાંચો :