મંગળવાર, 29 નવેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated: રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (23:31 IST)

ડાયેટિંગ કરી રહ્યા છો પણ ભૂખ સહન નથી થતી તો આ ટિપ્સ ધ્યાનમાં રાખો

જાડાપણું દરેકની સમસ્યાનુ કારણ છે. આજે દર પાંચમાંથી ત્રીજો માણસ જાડાપણાનો શિકાર છે.  તેને ઓછુ કરવા માટે તમે ડાયેટિંગ શરૂ કરી દો છો. પણ જ્યારે તમારી સામે જમવાનુ આવે છે તો તમારા મોઢામાં પાણી આવી જાય છે અને ખાવાની ઈચ્છા થઈ જાય છે.  પણ હવે પરેશાન થવાની જરૂર નથી. જો તમે ભૂખ સહન નથી કરી શકતા તો આજે અમે તમને કેટલીક ટિપ્સ બતાવીશુ જેને ફોલો કરીને તમે તમારી ભૂખને મટાવી દેશો અને ડાયેટિંગ પર પણ રહેશો. 
 
1. ડાયેટિંગના પ્રથમ દિવસે સામાન્ય ભોજનથી 30 ટકા ઓછુ ભોજન કરો. 
2. જો તમે ડાયેટિંગ પર છો તો નીલા રંગની પ્લેટમાં જમો અને કોશિશ કરો કે પ્લેટ નાની જ હોય. 
3. જમતા પહેલા સલાદ ખાવ. જો બે કલાક પહેલા કે સફરજન ખાશો તો તમે ભોજનને ત્રીસ ટકા ઘટાડી શકો છો. 
4. જો તમને ભૂખ વધુ લાગે છે તો ડિનર પહેલા સૂપ પીવો. આ તમારી ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરશે. 
5. તમે દિવસમાં ચાર વાર ચા પીવાના ટેવાયેલા છો તો દિવસમાં બે વાર ચા અને બે વાર ગ્રીન ટી લો.  આ તમારી ડાયેટિંગમાં તમારી મદદ કરે છે. 
6. સાદુ પાણી પીવાને બદલે દિવસમાં એક વાર નારિયળ પાણી પીવો અને સવારે પેટ ભરીને કુણુ પાણી પીવો. 
7. ચા કે કોઈ ગળી વસ્તુમાં ખાંડને બદલે મધનો પ્રયોગ કરો કારણ કે ખાંડમાં ફૈટ વધુ હોય છે. 
8. નાસ્તામાં હેવી પરાઠાને બદલે મસાલા ઓટ્સ કે ચટપટા ઉપમા ટ્રાઈ કરો. તમને ખૂબ મજા આવશે. 
9. સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઈસનો પ્રયોગ કરો. 
10. જો તમે કશુ પણ ખાવ છો તો તેને સારી રીતે પાંચ વાર ચાવી ચાવીને ખાવ. 
11. લિફ્ટનો મોહ ત્યજીને સીડીયોથી ચાલવાનો પ્રયાસ કરો. 
12. ડાયેટિંગના સમયે સંતરા, લીલા મરચા અને લીંબૂનુ સારી રીતે સેવન કરો. 
13. સવારે ટૂથબ્રશ કરતા પહેલા કાચા લસણને ચાવી ચાવીને ખાવ. 
14. સાંજે ચાર વાગ્યાની ભૂખમાં કાચી શાકભાજીઓને ઉકાળીને મસાલો નાખીને ખાવ. આ તમારી ભૂખને ઓછી કરશે અને ડાયેટિંગ મેંટેન રાખશે.