રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (11:48 IST)

શુ ગરમ પાણીથી ન્હાવાથી મરી જાય છે કોરોના વાયરસ ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

કોરોના સંક્રમણથી બચવા માટે દેશમાં વિવિધ પ્રકારના ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે. કોઈ દિવસમાં અનેક વાર  ઉકાળો પીવે છે અને કેટલાક વારેઘડીએ ગરમ પાણી પી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીદિયા પર પણ અનેક આવા નુસ્ખા અને તથ્ય વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઉપાયોનો પ્રયોગ કરવાથી તમે કોરોના સંક્રમણથી બિલકુલ સુરક્ષિત રહી શકો છો. સોશિયલ મીદિયા પર વાયરલ આવા જ એક દાવામાં કહેવામાં આવી રહ્યુ છે કે જો તમે રોજ ગરમ પાણીથી ન્હાવ છો તો આ ઉપાય કોરિના વાયરસને મારવામાં કારગર સાબિત થઈ શકે છે. આવો વિશેષજ્ઞો પાસેથી જાણીએ કે હકીકતમાં આ ઉપાય સંક્રમણથી બચવામાં કારગર છે કે નહી. 
 
શુ છે સોશિયલ મીડિયા પર વાયરલ ઉપાય - 
 
સોશિયલ મીડિયા પર એવુ કહેવાય રહ્યુ છે કે ગરમ પાણીથી ન્હાવાથી અને વારેઘડી ગરમ પાણી પીવાથી કોરોના ઠીક થઈ શકે છે. વાયરલ સલાહમાં એવુ પણ કહેવાયુ કહ્હે કે ગરમ પાણીના પ્રભાવથી કોરોના વાયરસ મરી જાય છે તેથી જ્યારે પણ બહારથી ઘરમાં આવો તો ગરમ પાણીથી સ્નના જરૂર કરી લો. 
 
શુ કહે છે એક્સપર્ટ -
 
વાયરલ સલાહને લઈને કેન્દ્ર સરકારે લોકોને સચેત કર્યા છે. કેન્દ્ર સરકારે ટ્વિટર હૈંડલ માય ગર્વરમેંટ ઈંડિયા ના માઘ્યમથી વિશેષજ્ઞોએ જણાવ્યુ કે આ પ્રકારના ઉપાય કોરોના વાયરસને મારવા માટે પર્યાપ્ત નથી. ગરમ પાણી પીવાથી કે ન્હાવાથી ન તો કોરોના વાયરસ મરે છે કે ન તો કોવિડ-19ની બીમારી ઠીક થઈ શકે છે.  કોરોના વાયરસને મારવા માટે લૈબ સેટિંગ્સમાં 60-75 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. 
 
તો શુ છે ગરમ પાણીના ફાયદા 
 
એમ્સના વિશેષજ્ઞો મુજબ લોકોએ સાધારણ કુણુ પાણી પીવુ જોઈએ. ગળુ સાફ રાખવા સાથે જ તે પાચનને ઠીક કરવામાં પણ લાભકારી માનવામાં આવે છે. કુણા પાણીના સેવનથી ગળામાંથી કફને હટાવવામાં પણ મદદ મળી શકે છે. 
 
ઉકાળો વધુ ન પીવો જોઈએ 
 
વિશેષજ્ઞો મુજબ કોઈપણ વસ્તુનુ વધુ સેવન આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. ઉકાળા બાબતે પણ આવુ જ શ્હે. તેનુ પણ વધુ સેવન ન કરવુ જોઈએ. પ્રાકૃતિ ચિકિત્સામાં માનવામાં આવે છે કે ઔષધિઓ આપણી ઈમ્યુનિટીને વધારવામાં સહાયક હોય છે. આ માટે જ કોરોનાથી બચવા માટે ઉકાળાનુ સેવન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ ઉકાળો પણ એક દિવસમાં એક કપથી વધુ ન લેવો જોઈએ. નહી તો નુકશાન થઈ શકે છે.