ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (16:19 IST)

શરીરમાં કેવી રીતે વધે છે ખરાબ કોલેસ્ટ્રોલ, જાણો તેને ઘટાડવાના સહેલા ઘરેલું ઉપાય.

bad cholesterol
bad cholesterol
કોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે જેનો વધુ પડતો વધારો શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી સ્ટ્રોક, હાર્ટ એટેક, ટાઇપ 2 ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ વધી જાય છે. તેથી જ કહેવાય છે કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી જીવન જોખમમાં મુકાઈ શકે છે. ખાવા-પીવામાં બેદરકારીના કારણે કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. આ ઉપરાંત પણ એવી ઘણી આદતો છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે. ચાલો જાણીએ કે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના કારણો શું છે અને તેને કેવી રીતે ઘટાડી શકાય છે.
 
કોલેસ્ટ્રોલ વધવાનું કારણ શું છે 
આહાર - કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે હેલ્ધી ડાયટ સૌથી જરૂરી છે. ખાવા-પીવામાં બેદરકારીના કારણે કોલેસ્ટ્રોલ વધવા માંડે છે. આવી સ્થિતિમાં, તમારે ઘણા બધા પેક્ડ નાસ્તા, ડેરી ઉત્પાદનો અને માંસાહારી ખોરાક ટાળવો જોઈએ. આ વસ્તુઓના વધુ પડતા સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે.
 
ફીઝીકલ એક્ટીવીટી ઓછી  - જે લોકોની શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે, તેમના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા માંડે છે. વ્યાયામ કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ તો ઘટે જ છે સાથે જ શરીરમાં સારુ કોલેસ્ટ્રોલ પણ વધે છે.
 
દારૂ પીવો - જે લોકો વધુ પડતું આલ્કોહોલ પીવે છે તેમના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. તેનાથી હૃદયને નુકસાન થઈ શકે છે. તેથી, આલ્કોહોલનું સેવન ઓછું કરો.
 
વધતું વજન - સ્થૂળતા રોગોનું મૂળ છે. જો તમારું વજન વધારે હોય તો કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં બોડી માસ ઇન્ડેક્સ 30થી વધુ રહેવાથી સમસ્યા થઈ શકે છે. જો તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો તમારા વજનને કંટ્રોલ કરવું જરૂરી છે.
 
ધુમ્રપાન છે કારણ - સિગારેટની જેવું  ધૂમ્રપાન કરવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા ઘટી જાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. તેનાથી હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. જો શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો સિગારેટ પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દો.
 
કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઘરેલું ઉપાયઃ 
 
લસણ- દરરોજ સવારે અથવા રાત્રે સૂતા પહેલા કાચું લસણ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. લસણમાં એલિસિન નામનું તત્વ જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
 
ગ્રીન ટી- રોજ ગ્રીન ટી પીવાથી પણ શરીરને ઘણા ફાયદા થાય છે. ગ્રીન ટીમાં એવા તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. તેથી દરરોજ ગ્રીન ટી પીવો.
 
હળદરવાળું દૂધ- હળદરવાળું દૂધ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આનાથી હાઈ કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરી શકાય છે. હળદરમાં એવા તત્વો હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. 
 
ફ્લેક્સસીડ્સ - ફ્લેક્સસીડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ અને લિનોલેનિક એસિડની વિપુલ માત્રા હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ પર સીધો હુમલો કરે છે. શરીરમાં એકઠા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ડાયટમાં ફ્લેક્સસીડનો સમાવેશ કરો 
 
આમળા- સુપરફૂડ આમળા સ્વાસ્થ્ય માટેનો ખજાનો છે. હૂંફાળા પાણીમાં આમળા પાઉડર મિક્સ કરીને પીવાથી હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય છે. આમળામાં એમિનો એસિડ અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.