શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 5 ઑગસ્ટ 2017 (11:51 IST)

Health Tips - તમારી આ આદતો તમારી કિડની ખરાબ કરી રહી છે....

કિડની શરીરનો ખૂબ જ ખાસ ભાગ છે. જો તેને કોઈ પણ પ્રકારનું નુકશાન થઈ જાય તો માણસનુ જીવન જ થંભી જાય છે.  ભારતમાં કિડની ખરાબ થવી અને ગેરકાયદેસર રીતે તેને વેચવાના મામલા પણ સામે આવતા જ રહે છે. આપણી ખરાબ ટેવોને કારણે તેને નુકશાન પહોંચી શકે છે.  જો આપણે કેટલીક વાતોનુ ધ્યાન રાખીએ તો તેને ખરાબ થવાથી બચાવી શકાય છે. 
 
1. ક્રોનિક - ક્રોનિક કિડનીની બીમારીને કહેવામાં આવે છે. કિડની શરીરમાંથી ઝેરીલા પદાર્થોને યૂરીનની મદદથી બહાર કાઢવા મટે કામ કરે છે. જો આ ઠીક ન થાય તો લોહી સાફ નહી થાય અને આરોગ્ય ખરાબ થઈ જશે. 
 
2. યૂરીનને રોકી રાખવી - રાત્રે 6-7 કલાક સૂયા પછી સવારે પેશાબ જરૂર જાવ. જો તમે મોડા સુધી પેશાબને રોકી રાખો છો તો ધીરે ધીરે કિડનીને ભારે નુકશાન પહોંચી શકે છે. 

3. પાણી ઓછી પીવુ - પાણી ઓછુ પીવાથી કીડનીમાં ઈંફૈક્શન થવાનો ખતરો પણ થઈ શકે છે. કારણ કે તેનાથી શરીરમાં જમા ઝેરીલા પદાર્થ બહાર નથી નીકળતા અને પોષક તત્વોના નાના-નાના કણ મૂત્રનળીમાં પહોંચીને યૂરીનની નિકાસીમાં અવરોધ બનવા માંડે છે. ડોક્ટર પણ દિવસમાં 2-3 લિટર પાણી પીવાની સલાહ આપે છે. 
 
4. વધારે મીઠુ - આમ તો મીઠુ ખોરાકનો સ્વાદ વધારે છે અને આયોડીનની ઉણપને પણ દૂર કરે છે પણ વધુ માત્રામાં તેનુ સેવન આરોગ્ય પર ખરાબ અસર નાખી શકે છે. 


 

5.   સ્મોકિંગ અને તંબાકૂનુ સેવન - સ્મોકિંગ કરવાથી કે પછી કોઈપણ પ્રકારનો નશો કરવાથી કિડનીની પરેશાની થઈ શકે છે.  જેના કારણે એથેરોસ્કલેરોસિસ રોગ પણ થાય છે. જે કિડનીના કામ કરવાના પ્રભાવને ઘટાડી દે છે. 
 
6. હાઈ બ્લડ પ્રેશર - બીપી હાઈમાં સારવારમાં બેદરકારી રાખવાથી કિડની ડેમેજ થવાનો ખતરો કાયમ રહે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે તો તેની સારવાર જરૂર કરાવો અને સમય સમય પર બીપીની તપાસ કરાવતા રહો. 

8. દુ:ખાવાની દવાઓનું સેવન - ડોક્ટરની સલાહ લીધા વગર પેન કિલર ખાવાથી તેની ખરાબ અસર કિડની પર પડી શકે છે. 
 
9. ડાયાબિટીસ - શુગરની બીમારીમાં બેદરકારી રાખવાથી કિડની પર ખરાબ અસર પડે છે. લોહીમાં શુગરની માત્રા પર નિયંત્રણ રાખવાથી આ પરેશાનીથી બચાવી શકાય છે. 
 
10. ખાવા પીવામાં બેદરકારી - કોલ્ડ ડ્રિંકનું વધુ પડતુ સેવન, મોડા સુધી ભૂખ્યા રહેવુ, બજારની વસ્તુઓ ખાવી કે પછી દારૂ પીવા જેવા આના બીજા પણ અનેક કારણ હોઈ શકે છે. જેના કારણે કિડનીને ભારે નુકશાન પહોંચે છે.