ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 29 જૂન 2021 (10:48 IST)

કોરોના વેક્સીનથી પહેલા શા માટે ન કરવું Pain Killer નો સેવન જાણો કારણ

કોરોનાથી બચવા માટે વેક્સીન લગાવવી ખૂબ જરૂરી છે. તેથી તેના સાઈડ ઈફ્ક્ટસથી બચવુ થોડો મુશ્કેલ થઈ શકે છે. પણ તેના ઈફેક્ટથી બચવા માટે ઈમ્યુનિટી સિસ્ટમને યોગ્ય રાખવુ પણ એક માત્ર રીત છે. તેમજ ઘણા લોકો એવા પણ છે જે પ્રથમ ડોઝ લેવા માટે અચકાઈ રહ્યા છે અને વેક્સીનના ડરથી પહેલા જ પેન કિલર અને ઓટીસી દવાઓનો સહારો લે છે. સ્વાસ્થય વિશેષજ્ઞોની માનીએ તો વેક્સીન લગાવતા પહેલા પેન કિલરનો સેવન નહી કરવો જોઈએ. આવો જાણીએ તેના કારણ 
 
શું હોય છે પેન કિલરનો સેવન કરવાથી 
પેન કિલર દવા રિલીવર સોજા ઓછું કરવામાં મદદ કરે છે. મોટા ભાગે દવાઓને એનએસઆઈડીના રૂપમાં વર્ગીકરણ કરાયુ છે જે દુખાવા અને સોજાના ઉત્પાદનમાં શામેલ રસાયનને રોકે છે અને સમયની સાથે દુખાવાની તીવ્રતાને ઓછું કરવાનો કામ કરે છે. દુખાવાના હિસાબે જ દવાઓ આપવામાં આવે છે. તેમજ એક્સપર્ટસનો કહેવું છે કે જ્યારે આ ડાક્ટર દ્વારા જણાવાય છે ત્યારે જ તેનો ઉપયોગ કરવું. આમ જ ખાવાથી 
દિલના રોગોનો ખતરો વધી જાય છે. 
 
વેક્સીનથી પહેલા શા માટે ન કરવું તેનો સેવન 
રસીકરણથી પહેલા એક્સપર્ટએ ઘણા એવા કામ જણાવ્યા છે જે 24 કલાક પહેલા કદાચ ન કરવા જોઈએ. એવા દર્દનિવારક ગોળીઓ ખાવાની ના કરાય છે. એક્સપર્ટની માનીએ તો દુખાવાની કેટલીક સામાન્ય દવાઓ વેક્સીનના પ્રત્યે ઈમ્યૂન સિસ્ટમને રિસ્પાંસને ઓછું કરી શકે છે. તેથી વેક્સીન લગાવતા પહેલા તેનો સેવન નહી કરવો જોઈએ.