શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (20:46 IST)

કોરોનાથી રિકવરીમાં મદદ કરશે 1-1 મિનિટની આ 4 એક્સરસાઈઝ

કોવિડ 19ના સંક્રમણથી પીડિત રોગીઓમાં મોટેભગે એક્યુત રેસિપિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમ (એઆરડીએક્સ), ફેફસાને ગંભીર નુકશાન સહિત નિમોનિયા ની ફરિયાદ  રહે છે. ફેફ્સાને ફરી સ્વસ્થ કરવા માટે લાંબા સમય સુધી થેરેપી અને એક્સરસાઈઝ જરૂરી છે. શ્વસન સંબંધી આ અભ્યાસ કોરોના સંક્રમણમાંથી રિકવરીમાં મદદરૂપ રહે છે.  આ અભ્યાસની મદદથી ડૉયફ્રામની કાર્યપ્રણાલી સુધરે છે અને ફેફ્સાની ક્ષમતા વધે છે. બેચેની અને તનાવ ઘટે છે. સારી ઉઘ લાવવામાં પણ સહાયક છે. આ માટે આ ચાર રીતે અપનાવી શકો છો. દરેક કસરત ફક્ત એક મિનિટ સુધી કરવી જોઈએ. 
 
પીઠના બળે સૂઈને 
 
-પીઠના બળે સૂઈ જાવ. પગને એ રીતે વાળી લો કે પગનો પંજો બેડ પર રહે. 
- એક હાથ છાતી પર અને એક હાથ પેટ પર મુકો. 
- હોઠ બંધ કરી લો. જીભને તાળુ પર અડાડો 
- નાકથી શ્વાસ લો. હવાને ખેંચીને પેટ સુધી લઈ જાવ. આંગળીઓ ફેલાવો 
- હવે ધીરે ધીરે નાકથી શ્વાસ છોડો
 
પેટના બળે સૂઈને 
 
-પેટના બળ સૂઈ જાવ. હાથને વાળીને માથુ તેના પર મુકી દો. 
- હોઠ બંધ કરી લો. જીભને તાળુ પર ચિપકાવો 
- નાક વડે શ્વાસ લો ધ્યાન પેટ પર લગાવો. શ્વાસ સાથે પેટથી મૈટ્રેસને દબાવવાનો પ્રયાસ કરો 
- હવે ધીરે ધીરે નાકથી શ્વાસ છોડો
 
બેસીને 
 
- પથારીના કિનારે અથવા ખુરશી પર આગળની તરફ બેસી જાવ 
- એક હાથ પેટ પર અને એક છતી પર મુકો 
- હોઠ બંધ કરી લો. જીભને તાળુ પર ચિપકાવો
- નાકથી શ્વાસ લેતા તેને પેટ સુધી લઈ જાવ
- હવે ધીરે ધીરે નાક વડે શ્વાસ છોડો 
 
ઉભા રહીને 
 
- સીધા ઉભા થઈ જાવ, હાથને પેટના  બંને બાજુ મુકી લો 
- હોઠ બંધ કરી લો. જીભને તાળુ પર ચિપકાવો 
- નાકથી શ્વાસ લો. હવાને ખેંચીને પેટ સુધી લઈ જાવ. શ્વાસ સાથે જ હાથની આંગળીઓ ને પણ ફેલાવતા જાવ 
-  નાક વડે ધીરે ધીરે શ્વાસ છોડો 
 
નોંધ
તો આ કસરત શરૂ ન કરશો  - જો તમને તાવ હોય કે શ્વાસ લેવામાં તકલીફ હોય, છાતીમાં દુખાવો હોય, કોઈ પ્રકારની ગભરાટ હોય, પગમાં સોજો હોય તો આ કસરત શરૂ ન કરશો 
 
તો એક્સરસાઈઝ તરત જ બંધ કરો - ચક્કર આવવા માંડે, શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં દુ:ખાવો થવા માંડે, ત્વચામાં ચિકાસ અનુભવો, ખૂબ થાક લાગે, ઘડકન અનિયમિત હોય.