મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (12:57 IST)

11 ઓક્ટોબર- વિશ્વ દ્રષ્ટિ દિવસ- જાણો આંખને સંભાળ રાખવાના 11 ઉપાય

આંખ કુદરતે આપેલો એક અનમોલ ઉપહાર છે. તેના જ કારણે અમે સંસારના સુંદર દ્ર્શ્ય જોઈ શકે છે. આંખની કીમત તેનાથી પૂછો જેમે ઓછું દેખાય છે કે જોઈ નહી શકતા. તમને તમારી આંખને અનજુઓ નહી કરવું જોઈએ. આવો જાણીએ આંખની દેખભાલ કેવી રીતે કરવી. 
આંખો આપણા શરીરનો બહુ સંવેદનશીલ અને સુંદર ભાગ છે. આજકાલની લાઇફસ્ટાઇલમાં આંખોનું ધ્યાન રાખવું આપણા માટે બહુ જરૂરી છે કારણ કે આપણો મોટાભાગનો સમય કમ્પ્યુટર સામે પસાર થાય છે. આવામાં આંખોના સ્વાસ્થ્ય વિષે જાણકારી હોવી બહુ જરૂરી છે. ધૂળ-માટી અને પ્રદૂષણથી પણ આંખોમાં અનેક પ્રકારના વિકાર થઇ જાય છે જેનો ઉપચાર ઘરે જ કરી શકાય છે. જાણીએ કેટલાંક એવા ઘરેલું નુસખાં વિષે જેની મદદથી તમારી આંખોની સુંદરતા જાળવી શકશો.
 
બટાકા - બટાકા આંખો માટે ઘણાં સારા છે. બટાકાના બે નાના ટૂકડાં કરી આંખ પર 10-15 મિનિટ સુધી રાખો. તેનાથી આંખોને બહુ આરામ મળે છે અને આંખોનો થાક દૂર થાય છે.
 
કાકડી - કાકડી ખાવામાં જેટલી પૌષ્ટિક હોય છે આંખો માટે પણ એટલી જ કારગર છે. કાકડીના બે નાના ટૂકડાં આંખો પર 10-15 મિનિટ માટે મૂકી રાખો. આનાથી આંખો સ્વસ્થ રહેશે.
 
લીલા શાકભાજી અને ફળો - વિટામિન-એયુક્ત શાકભાજી અને ફળો આંખો માટે બહુ ફાયદાકારક છે. આનાથી તમારી આંખોની રોશની વધે છે. ટામેટા, પાલક, દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુઓ આંખો માટે બહુ જરૂરી છે.
 
ગુલાબની પાંખડીઓ - ગુલાબની 9-10 પાંખડીઓને શેતૂરના પાંદડા સાથે એક ગ્લાસ પાણીમાં નાંખી થોડા કલાક માટે મૂકી રાખો. ત્યારપછી આ પાણીથી આંખો ધોઇ લો. તેનાથી આંખોનો થાક દૂર થશે.
ઠંડા પાણીથી આંખો ધુઓ - તમારી આંખોને શુષ્ક પડવા દેશો. શુષ્ક આંખોમાં અનેક પ્રકારની પરેશાનીઓ થાય છે. માટે તમારી આંખોને થોડી-થોડીવારે ઠંડા પાણીથી ધોતા રહો.
 
ગાજરનો જ્યુસ - ગાજરનો જ્યુસ આંખોની રોશની માટે ઘણો સારો હોય છે. માટે રોજ એક ગ્લાસ ગાજરનો જ્યુસ પીઓ.
 
પૂરતી ઊંઘ - આ ઉપરાંત સમયસર ઊંઘવાનું રાખો અને તમારી ઊંઘ પૂરી થાય તે પણ બહુ જરૂરી છે. 
 
ગુલાબજળ - આંખોનો થાક દૂર કરવા માટે તમારી આંખોમાં તમે ગુલાબજળ પણ નાંખી શકો છો પણ ગુલાબજળ નાંખતા પહેલા ચકાસી લો કે તે સારી ગુણત્તાનું છે કે નહીં.
ટી બેગ - પ્રયોગમાં લેવામાં આવેલી ટી બેગ આંખો પર મૂકવાથી આંખોના સોજામાં આરામ મળે છે. સાથે આંખોનો થાક પણ દૂર થાય છે.
 
ત્રિફળા - ત્રિફળાને પાણીમાં પલાળી તે પાણીથી આંખો ધોવાથી આંખોની રોશની વધે છે.
 
પગના તળિયામાં તેલ માલિશ - જો તમે આંખોની કોઇ સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છો તો પગના તળિયામાં તેલ માલિશ કરો. આનાથી આંખોની સમસ્યા દૂર થશે.