રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (12:48 IST)

Health Tips - માઇગ્રેન થવાના મહત્વના કારણો અને ઉપાયો

કામ કે બીજી કોઈ તકલીફના કારણે તમારા માથાનો દુઃખાવો રહે છે.માથાનો દુખાવોના કારણે  કામ નહી કરી શકો કે કામ ભૂલી જાઓ છો તો આ તમારા માટે ખતરાની ઘંટી છે.  કારણ કે આ દુ:ખાવો માઈગ્રેન જેવા ગંભીર રોગોને જન્મ આપે છે. આથી જ્યારે આવું થાય તો ડાકટરી તપાસ કરાવી લેવી જોઈએ. કેટલાક લોકો માથાના દુ:ખાવાને સામાન્ય સમજી  પેઇન કિલરનું સેવન કરે છે . પણ આ ગોળીઓ માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યાથી છુટકારો આપવાની બદલે સમસ્યાને જટિલ બનાવે છે. 
 
શું કાળજી રાખો?
શક્ય હોય ત્યાં સુધી,ડૉક્ટરની સલાહ વગર પેઈનકિલર લેશો નહી અને ન તો તેનો ઓવરડોઝ લો. ડોકટરોની સલાહ મુજબ જ માઈગ્રેનના દુ:ખાવાની  દવાનો ઉપયોગ કરવો. પેનકિલર્સ જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ લો. થોડા દુ:ખાવામાં મેડિસન લેવાની ટેવ છોડી દો. પેનકિલરના બદલે મલમ, સ્પ્રે કે જૈલથી પણ દુ:ખાવામાં રાહત મળે છે.
 
માઈગ્રેનના કારણ : માઈગ્રેનના ઘણા કારણો છે , જેમ તણાવ ,પૂરતી ઊંઘ,આંતરસ્ત્રાવીય બદલાવો,વધારે લાઈટ,તેજસ્વી સૂર્યપ્રકાશ, કબજિયાત, દવાઓ, નશીલી દવાઓ કે ખોરાક, હવામાન ફેરફાર, કોફી, તૈયાર ખોરાક અને ચોકલેટનો વધુ પડતા સેવન વગેરે .
 
માઈગ્રેન નિવારણ
 - આંખ પર દબાણ નાખે એવા કાર્ય ન કરવા જેમ કે સતત વાંચવુ, ટીવી જોવી, વીડિયો ગેમ્સ, કમ્પ્યુટર પર કામ કરવુ વગેરે.
 
- લાંબા સમય સુધી ભૂખ્યા નહી રહેવું. સવારે સમયસર નાસ્તો લો.
 
- વધારે નહી ખાવું. ભારે ભોજન કે ફાસ્ટ ફૂડ ટાળો.
 
- માંસાહારી ખોરાક ઘટાડો. દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ઘટાડો.
 
- દારૂ, સિગારેટ, પાન મસાલાનો ઉપયોગ બંધ કરો. કોઈપણ નશીલી વસ્તુ ન લો.
 
- વધુ ચોકલેટ,કે ચિગમ  નહિં ખાવી.
 
- ટી,કાફીનો પ્રયોગ ઓછો કરવો.
 
- આહારમાં મરચાં-મસાલા ઓછા કરો. 
 
- પૌષ્ટિક આહાર લો જેમાં ફળો અને લીલા શાકભાજી પર ભાર મૂકો . 
 
- સૌથી વધુ અગત્યનું ચિંતાઓમાંથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
 
- સીધો સૂર્યપ્રકાશ અને ઠંડીથી બચો. 
 
- મન શાંત કરવા માટે કસરત અને ધ્યાન કરો.
 
- માખણ અને ખાંડ(મિશ્રી)સાથે ખાવું .
 
- કપાળ પર વાટેલા લીંબુના છાલની પેસ્ટ લગાવવી.