રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (13:56 IST)

નબળા હાડકાંને બનાવો મજબૂત, તમારા આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરો.

આપણે જાણીએ છીએ કે આપણું શરીર કેટલું મજબૂત છે તે આપણા હાડકાં પરથી જાણી શકાય છે. અચાનક ઉઠતા-બેસતા કે ચાલતા ફરતા તમને સાંધાથી ક્યારે કટ-કટની આવાજ આવી હોય? જો આવું ઘણી વાર થયું છે તો તેને અનજુઓ કદાચ ન કરવું. આ હાડકાઓથી સંકળાયેલી ગંભીર સમસ્યાનો સંકેત થઈ શકે છે. હાડકાઓથી આ રીતની વાર -વાર આવાજ આવતા પર ડાક્ટરથી સલાહ કરવી. સાથે જ નીચે જણાવેલ વસ્તુઓપનો સેવન કરવાથી તમને સમસ્યાથી રાહત મેળવવામાં મદદ મળશે. 
1. દરરોજ સવારે બદામ ખાવાથી શરીરને કેલ્શિયમ, વિટામીન E અને ફેટી એસિડ મળે છે, જે આપણા હાડકાંને મજબૂત બનાવે છે. ડ્રાય ફ્રૂટ્સ હંમેશા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
2. સોયાબીનને સામાન્ય રીતે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તે તમારા શરીરની પ્રોટીનની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તે તમારા હાડકાંને સંપૂર્ણ કેલ્શિયમ પણ પ્રદાન કરે છે.
 
3 . મેથીદાણા- મેથા દાણાનો સેવન હાડકાઓ માટે ફાયદાકારી હશે. તેના માટે રાત્રે અડધી ચમચી મેથી દાણા પાણીમાં પલાળી, પછી સવારે મેથી દાણાને ચાવી-ચાવીને ખાવું સાથે જ તેનો પાણીને પણ પીવી લો. 3નિયમિત રૂપથી આવું કરતા પર હાડકાઓથી આવાજ આવવી બંદ થવામાં મદદ મળશે. 
benefits of milk
4 . દૂધ પીવો- હાડકાઓથી કટ-કટની આવાજ આવવાનો અર્થ આ પણ થઈ શકે છે કે તેમાં લુબ્રિકેંટની કમી થઈ હોય. હમેશા ઉમ્ર વધવાની સાથે-સાથે આ સમસ્યા વધવા લાગે છે. તેથી શરીરને પૂરતી માત્રામાં કેલ્શિયમ આપવું ખૂબજ જરૂરી છે. કેલ્શિયમના બીજા સ્ત્રોત લેવા સિવાય ભરપૂર દૂધ પીવું. 
 
5. ગોળ અને ચણા ખાવો- શેકેલા ચણાની સાથે ગોળનો પણ સેવન શરીર માટે ફાયદાકારી ગણાય છે. શેકેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. દિવસમાં એક વાર શેકેલા ચણા જરૂર ખાવું. તેનાથી હાડકાઓની નબળાઈ દૂર થઈ જશે અને કટ-કટની આવાજ આવવી પણ બંદ થઈ જશે.