સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 1 જૂન 2022 (00:33 IST)

Mango Side Effects: મેંગો લવર્સ ભૂલીને પણ કેરી ખાદ્યા પછી ન ખાવુ આ વસ્તુઓ, દૂર રહેશે આ પરેશાનીઓ

Mango Side Effects: આરોગ્ય માટે આટલા ફાયદા હોવા સિવાય જો તમે કેરીનુ સેવન કર્યા પછી કરો છો આ વસ્તિઓનો સેવન તો થશે નુકશાન કેરીનું સેવન કર્યા બાદ આ પાંચ વસ્તુઓનું ભૂલથી પણ ન કરવુ 
પાણી 
કેરી ખાધા પછી તરત પાણી નહી પીવુ જોઈએ. આવુ કરવાથી પેટ સંબંધિત ઘણી પરેશાનીઓ શરૂ થઈ શકે છે. જેમાં પેટમાં જેમાં પેટમાં દુખાવો, અપચો, પેટ ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. કેરી ખાધા પછી અડધા કલાક સુધી પાણી ન પીવું.
 
દહીં 
જો તમે પણ તે લોકોમાં શામેલ છો જે દહીંની સાથે કેરી મિક્સ કરીને ખાવો છો તો તમારી આ ટેવ બદલી નાખો. કેરી સાથે કે તરત જ દહીં ખાવાથી તમારા પેટ અને ત્વચાને નુકસાન થાય છે. કારણ કે કેરીનો સ્વાદ ગરમ હોય છે જ્યારે દહીં ઠંડું હોય છે. આવી સ્થિતિમાં, બંનેનું મિશ્રણ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. 
 
કારેલા 
કેરી ખાધા પછી તમે કારેલાનો સેવન કરો છો તો તમે મુશ્કેલીમાં ફંસી શકો છો. કેરીના સેવન પછી કારેલા ખાવાથી પેટમાં એસિડિટી બનવા લાગે છે. જેના કારણે વ્યક્તિને ઉલ્ટી, ઉબકા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
 
મસાલેદાર ભોજન 
જો તમને પહેલાથી ચેહરા પર ખીલની ફરિયાદ છે તો ભૂલીને પણ કેરી ખાદ્યા પછી તરત જ મસાલેદાર ભોજન ન કરવુ. તેનાથી પેટની ગરમી વધી જાય છે. જે પાછળથી તમારા ચહેરા પર પિમ્પલ તરીકે દેખાઈ શકે છે.
 
કોલ્ડડ્રીંક 
કેરીના સેવન પછી તરત કોલ્ડડ્રીંક અથવા દારૂનું સેવન તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.