શુક્રવાર, 1 ડિસેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 20 મે 2022 (15:55 IST)

monkeypox: મંકીપૉક્સ લક્ષણો, કેવી રીતે ફેલાય છે? સારવાર - સંભોગ કરવાથી પણ ફેલાય છે મંકીપોક્સ ...

હાલમાં જ યુકેમાં મંકીપૉક્સનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નાઇજીરિયાની યાત્રા કરનાર એક વ્યક્તિ આ વાઇરસથી સંક્રમિત હોવાનું નિદાન થયું છે. તો અહીં આ દુર્લભ અને ઓછા જાણીતા રોગ પર એક નજર કરીએ.
 
મંકીપૉક્સ લક્ષણો
પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સોજો, પીઠનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને સામાન્ય સૂચિહીનતાનો સમાવેશ થાય છે.
એક વાર તાવ ઊતરે પછી શરીર પર ફોલ્લીઓ દેખાઈ શકે છે, જે ઘણી વાર ચહેરા પર શરૂ થાય છે, પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, મોટે ભાગે હાથની હથેળીઓ અને પગનાં તળિયાંમાં.
 
આ ફોલ્લીમાં બહુ ખંજવાળ આવે તેવી શક્યતા છે, તેમાં બદલાવ આવતા રહે છે અને છેવટે ખંજવાળ પહેલાં તે અલગઅલગ તબક્કામાંથી પસાર થાય છે, જે પછીથી ખરી જાય છે.
 
તેના ઘા ડાઘ પેદા કરી શકે છે. ચેપ સામાન્ય રીતે તેની જાતે જ દૂર થઈ જાય છે અને 14થી 21 દિવસ સુધી રહે છે.
 
તેની સારવાર શું છે?
મંકીપૉક્સની કોઈ સારવાર નથી, પરંતુ સંક્રમણને અટકાવીને રોગચાળાને નિયંત્રિત કરી શકાય છે. શીતળા સામેનું રસીકરણ મંકીપૉક્સને રોકવામાં 85% અસરકારક સાબિત થયું છે અને હજી પણ કેટલીક વાર તેનો ઉપયોગ થાય છે.