શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 27 જૂન 2018 (17:58 IST)

Monsoon care - ચોમાસામાં શુ ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ

સખત ગરમીની ઋતુ પછી ચોમાસાનુ આપણે ઉમળકાપૂર્વક  સ્વાગત કરીએ છીએ. રિમ ઝિમ વરસાદ કેટલો આહલાદક લાગે છે.  પણ ચોમાસામાં આપણા શરીરમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી જાય છે. કારણ કે ચોમાસુ આપણા શરીરની પ્રતિરક્ષા શક્તિ ઘટાડી દે છે.  આ ઋતુમાં વાતાવરણમાં આર્દ્રતા વધુ હોય છે. જેના પરિણામસ્વરૂપ શરીરમાં પાચન ક્ષમતા ઓછી થઈ જાય છે.  તેથી આ ઋતુમાં વધુ તેલવાળા ભોજન, માર્ગ કિનારે મળનારા ભોજન અને એક સાથે વધુ માત્રામાં પકવેલા ભોજનનુ સેવન કરવાથી બચવુ જોઈએ.  આ હાલ તમારા પેટને ખરાબ કરી શકે છે. 
 
તો ચાલો જોઈએ ચોમાસામાં શુ ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ. 
 
ચોમાસામાં ભીનાશ અને ગંદકીને કારણે અનેક રોગ જન્મે છે. જેવા કે ડેંગૂ, મલેરિયા, નેત્રરોગ, ટાઈફોઈડ, વાયરલ તાવ, નિમોનિયા, ગૈસ્ટ્રો આંતરડાની ગડબડી, ઝાડા અને પેચિશ વગેરે. જો તમારી રોગપ્રતિરોધક ક્ષમતા કમજોર છે તો તમે આ રોગોના પકડમાં ત્વરિત આવી જાવ છો.  તેથી આ ઋતુમાં સ્વસ્થ ખોરાકનુ સેવન કરવુ  ખૂબ જરૂરી છે.  નહી તો તમને ગંભીર બીમારીઓથી બચવા માટે દવાઓની જરૂર પડશે. 
 
ચોમાસામાં શુ ખાશો 
 
- આ ઋતુમાં તમારે ફળોનું સેવન કરવુ જોઈએ. કારણ કે તે તમને ઉર્જા પ્રદાન કરે છે.  આ માટે તમારે સફરજન, કેરી, દાડમ અને નાશપાતી જેવા ફળોનું સેવન કરવુ જોઈએ. ચોમસને કારણે ઋતુ વગરના ફળમાં કીડા પડી જાય છે. તેથી આ ઋતુમાં મળનારા પહ્ળો જેવા કે દાડમ, લીચી, કેળાનું સેવન કરવુ જોઈએ. 
- બ્રાઉન ચોખા, જવ જેવા ખાદ્ય પદાર્થનુ સેવન કરવુ જોઈએ. આ ખાદ્ય પદાર્થ ચોમાસામાં સૌથી સારુ ભોજન બની શકે છે. 
 
- આ ઋતુમાં દૂધને બદલે દહી અને બદામનુ સેવન કરો.  ખુદને હાનિકારક કીટાણુંઓથી બચાવવા માટે ઉકાળેલુ અને શુદ્ધ પાણી જ પીવુ જોઈએ.  વધુ પ્રમાણમાં પાણી પીવાથી તમારુ શરીર હાઈડ્રેટેડ રહેશે. 
- આ ઋતુમાં તમારે કારેલા અને લીમડો, હળદર પાવડર નએ મેથીના બીજ જેવી કડવી વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ. આ તમને બધા સંક્રમણ રોકવામાં મદદ કરશે. 
 
- આ ઋતુમાં તમારે મકાઈના તેલ કે હળવા શોષી લેનારા તેલનુ સેવન કરવુ જોઈએ. 
- શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધારવા માટે તમારે લસણ યુક્ત સૂપ, સરફ્રાઈઝ અને કરીનુ સેવન કરવુ જોઈએ. 
- આ ઋતુમાં તમારે હર્બલ ચા પીવી જોઈએ. ચા બનાવવા માટે ત્મએ આદુ, કાળા મરી, મધ, ફુદીના અને તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો. 
-આ ઋતુમાં કાચા શાકભાજીનો સલાદને બદલે બાફેલા સલાદનુ સેવન કરવુ જોઈએ. કારણ કે કાચી શાકભાજીમાં બેક્ટેરિયા અને વાયરસ સક્રિય હોય છે.
- આ ઋતુમાં શરદી ખાંસીથી લડવા માટે તાજા મૂળાનો રસ અને ગરમ પાણીમાં પિપળ અને સંચળ મિક્સ કરીને તેનુ સેવન કરવુ જોઈએ. તેનાથી ચોમાસાથી ઉત્પન્ન થનારી બીમારીઓ ઓછી થાય છે. 
- આ ઋતુમાં સાંધાનો દુખાવો હોય તેમને સવારે ખાલી પેટ તુલસી અને તજ સાથે ગરમ પાણી પીવુ જોઈએ.  તેનાથી સાંધાનો દુખાવો ઘટે છે. 
- આ ઋતુમાં કાચી શાકભાજીઓએન સારી રીતે ધોઈને જ વાપરવી જોઈએ. 
 
 
ચોમાસામાં શુ ન ખાવુ ? 
 
- આ ઋતુમાં તરબૂચ અને શક્કરટેટી જેવા ફળોનુ સેવન ન કરવુ જોઈએ અને વધુ માત્રામાં કેરીનુ સેવન ન કરવુ જોઈએ. નહી તો તેનાથી ખીલ થઈ શકે છે. 
- ભોજનમાં મીઠુ ઓછુ કરી દેવુ જોઈએ અને વધુ મીઠાવાળા ભોજનથી બચવુ જોઈએ.  વધુ મીઠુ ખાવાથી હાઈબીપી થઈ શકે છે. 
-  જેમને ચોમાસામાં ત્વચાની એલર્જી રહે છે તેમણે મસાલેદાર ભોજનનુ સેવન ન કરવુ જોઈએ. મસાલેદાર ભોજન શરીરનુ તાપમાન વધારે છે. જેથી એલર્જી અને ત્વચાની બળતરા જેવી સમસ્યા થાય છે.  આ સાથે જ ફોડલા ત્વચાનો રંગ ઝાંખો પડવો, ચક્કા પડવા જેવી સમસ્યા થઈ શકે છે. 
- આ ઋતુમાં પ્રાકૃતિક રૂપે ખાટા પદાર્થો જેવા કે લીંબુ, આંબલી, ટામેટા જેવી વસ્તુઓનુ સેવન ન કરવુ જોઈએ.  કારણ કે આ જલ પ્રતિધારણની સમસ્યા ઉભી કરે ક હ્હે. 
- આ ઋતુમાં હેવી ફુડ અને વધુ પ્રમાણમાં માંસ માછલીનુ સેવન ન કરવુ જોઈએ. તેને બદલે તમે માંસાહારી સ્ટૂ અને સૂપ જે પાચક માંસથી બનેલા હોય તે લેવા જોઈએ. 
- કોફી અને ચા વધુ પીવાથી શરીર ડિહાઈડ્રેટ થાય છે તેતેહે વધુ ચા કોફીનુ સેવન ન કરવુ. 
- આ ઋતુમાં તમારે ફ્લાવર, બટાકા, ભીંડા, રાજમા અને અંકુરિત અનાજ જેવા શાકભાજીનુ સેવન ન કરવુ જોઈએ. 
- આ ઋતુમાં તળેલા પદાર્થ કે પહેલાથી કાપેલા ફળ શાકભાજીનુ સેવન કે રોડ કિનારે મળતા જ્યુસનુ સેવન ન કરવુ જોઈએ. તેને બદલે સારી ગુણવત્તાવાળા પદાર્થનુ સેવન કરવુ જોઈએ. 
 
આ ઉપરાંત ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે તમારુ ઘર સ્વચ્છ રાખો અને તમારા હાથને ભોજન કરતા પહેલા સારી રીતે સાફ કરો.