સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ચોમાસામાં ખોરાક પ્રત્યે સાવધાની લેવી જોઇએ

વરસાદ કોણે  ન ગમે .ચોમાસા આવતા જ ગરમીથી રાહત મળે છે,પરંતુ ચોમાસા પોતાની સાથે  અનેક રોગો  પણ  લાવે છે. ચોમાસામાં દરમિયાન ખોરાક પ્રત્યે સાવધાની લેવી જોઇએ. આવો અમે તમને  જણાવીએ કે  ચોમાસામાં કઈ કઈ વસ્તુઓથી દૂર રહેવુ જોઈએ.  
આઈલી  ફૂડ 
વરસાદની મોસમ દરમિયાન ચા અને ભજીયાનો સ્વાદ બધાને ભાવે છે, પરંતુ આવા હવામાનમાં ભજીયા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ચોમાસામાં ભેજ વધી જાય છે ,જેના કારણે શરીરનો પાચન તંત્ર  નબળા બની જાય છે. તેથી,આ મૌસમમાં ભજીયા અને આઈલી  ફૂડ ન ખાવા જોઈએ. 
 

ચાટ  
ચાટ એવો નાસ્તો છે જે દરેક વ્યક્તિ પસંદ કરે છે. ચાટમાં ઘણી વસ્તુ  હોય છે જેમ કે પાણી પુરી , સેંવ પુરી, ભેલ પુરી, આલૂ ચાટ વગેરે.  પણ વરસાદમાં આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. કારણકે ઈંફેક્શન ફેલાય છે.આ વસ્તુઓ બનાવતા જે પાણી ઉપયોગ કરાય છે તે ખરાબ હોઈ શકે છે.જેથી ડાયરિયા અને  કમળો જેવા રોગોની  સમસ્યા થવાનો ભય રહે છે.  
સી ફૂડ 
માનસૂનમાં સી  ફૂડ જેમ કે માછલી, ક્રેબ્સ, વગેરે ન  ખાવા  જોઈએ , કારણ કે આ સમય તેમના પ્રજનન કાળનો હોય છે. તેથી આ ખાવાથી તમને ઈંફેક્શન થઈ શકે છે. જો તમને માછલી ખાવી હોય તો તાજી માછલી ખાવ. 
 

અગાઉથી કાપેલા અને છૂટક ફળ 
વરસાદમાં પહેલાંથી કાપેલા ફળ કે ખુલ્લા પડેલા ફળ ન ખાવા આનાથી ઈંફેક્શન થઈ શકે છે. આ મોસમમાં તમે કેળા અને પપૈયા ખાઈ શકો છો. ફળ ખાતા પહેલાં તેને સારી રીતે  ધોવા. 
જ્યૂસ 
ચોમાસા દરમિયાન બહાર બનેલો જ્યુસ ન પીવો જોઈએ.બહારે મળતા જ્યુસ પહેલેથી જ કાપેલા ફળોથી બનેલો હોય છે.જેથી વરસાદમાં ઈંફેક્શન  ફેલાવનો જોખમ  રહે છે.જો તમે જ્યુસ પીવો છે તો ઘર પર જ બનાવવો અને  તે જ સમયે પીવો.