સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (16:59 IST)

વધતા વજનથી લઈને કેંસર સુધીની બીમારીમાં લાભકારી છે બ્લેક રાઈસ

બ્લેક રાઈસ જેને બીજા શબ્દોમાં ફૉરબિડેન રાઈસ પણ કહેવામાં આવે છે. તેમા એંટીઓક્સિડેંટ, ફાઈબર અને અનેક પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે. જો નિયમિત રૂપે બ્લેક રાઈસનુ સેવન કરવામાં આવે તો તમે શરીરની અનેક સમસ્યઓથી દૂર રહી શકો છો. બ્લેક રાઈસને તમે પુલાવ, ખીર, બ્રેડ કે નૂડલ્સ જેવા વિવિધ રૂપોમાં વાપરી શકો છો. 
 
1. દિલની બીમારીઓથી બચાવે - ચોખામાં એંથોસાઈનિન જોવા મળે છે. જે હાર્ટ એટેક પડવાની આશંકાને ઓછુ કરે છે અને દિલને સ્વસ્થ બનાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. 
 
2. વધતુ વજન કરો દૂર - કાળા ચોખામાં કોઈપણ બીજા ચોખાની તુલનામાં સૌથી વધુ પ્રોટીન જોવા મળે છે. આ ઉપરાંત તેમા ફાઈબર પણ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે.  બ્લેક રાઈસમાં એવુ ફાઈબર જોવા મળે છે જે તમારા શરીરને યોગ્ય રાખે છે જેને કારણે તમારુ પાચન તંત્ર સારુ રહે છે અને વધતા વજન પર પણ કંટ્રોલ રહે છે. 
 
3. કેંસરથી બચાવે - બ્લેક રાઈસમાં એંથોસાઈનિન અને એવા અનેક તત્વ વર્તમાન હોય છે જે કેંસર સામે લડવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. 
 
4. લીવરની સફાઈ કરો - બ્લેક રાઈસ બૉડીને ડિટૉક્સ કરવાનુ પણ કાર્ય કરે છે.  જો તેનુ નિયમિત રૂપથી સેવન કરવામાં આવે તો આ લીવરને સાફ કરીને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 
 
5. ડાયાબિટીસ - ડાયાબિટિસમાં બ્લેક રાઈસ એક દવાની જેમ કામ કરે છે.  આ ઉપરાંત આ શરીરની જરૂરિયાતને પણ પુર્ણ કરે છે.