રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health and beauty tips - પાલકના ઉપયોગ સ્વાસ્થય અને બ્યૂટી માટે

પાલકની ભાજી સ્વાસ્થય માટે તો સારી હોય છે , રૂપ નિખારવા માટે પણ એના ખૂબ ઉપયોગ કરાય છે. એમાં ભરપૂર માત્રામાં એંટી ઓક્સીડેંટ હોય છે એ સિવાય આ વિટામિન એ અને સીના પણ એક સારું માધ્યમ છે એની સૌથી મોટી ખાસ વાત છે કે એના નિયમિત ઉપયોગથી ત્વચામાં નિખાર આવે છે અને વધતી ઉમ્રના લક્ષણ ઓછા નજર આવે છે સાથે આ વાળ માટે પણ ઘણી સારી ગણાય છે. 
1. લાંબા વાળ- પાલકમાં વિટામિન બી , સી અને ઈ હોય છે . પાલકમાં રહેલ આયરન શરીરમાં ઓક્સીજનના પ્રવાહને વધારે છે , જેથી કોશિકાઓમાં લોહીના સંચાર વધે છે આ કારણે પાલક વાળની લંબાઈ વધારવામાં મદદ કરે છે. 
2. વાળના ખરવું - આયરનની ઉણપથી એનીમિયા થવાની આશંકા વધી જાય છે. આ કારણે વાળના ખરવું શરૂ થઈ જાય છે. પાલકમાં પર્યાપ્ત માત્રામાં આયરન હોય છે જે વાલની જડને મજબૂત બનાવવામાં કામ કરે છે. 
3. રંગત નિખારે- વિટામિન એ રંગત નિખારવાના કામ કરે છે. અને એ વિટામિન સી ની નવી કોશિકાઓના નિર્માણમાં ઉપયોગી હોય છે અને પાલકમાં વિટામિન એ અને સી પ્રચુર માત્રામાં હોય છે. 
4. વધતી ઉમ્રના લક્ષણ ઓછા- વધતી ઉમ્રના લક્ષણો ઓછા કરવા માટે પાલક એક અચૂક ઉપાય છે. આ ત્વચાની બારીક રેખાઓ અને કરચલીઓ અને ડાઘ ધબ્બા દૂર કરવામાં અસરકારક હોય છે. 
5. અલ્ટ્રા વાયલેટ કિરણોથી પ્રોટેક્શન - પાલકના પાનમાં વિટામિન બી હોય છે જે ચેહરાના તેજ અને ખતરનાક અલ્ટ્રાવાયલેટ કિરણોથી પ્રોટેક્શન કરે છે . આથી ઘણી રીતની ત્વચા સંબંધી રોગો થવાના ખતરા ઓછા થઈ જાય છે.