ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Uric Acid ના વધવાના કારણે શરીરમાં થઈ રહી પરેશાની આ એક વસ્તુને ખાવાથી મળશે રાહત

Uric Acid Control Tips: બૉડીમાં યુરિક એસિડનુ વધવુ ખૂબ પીડાદાયક હોય છે. કારણ કે આવી સ્થિતિમાં આરોગ્ય સાથે સંકળાયેલી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. હકીકતમાં જ્યારે આપણી કિડની યુરિક એસિડને સારી રીતે ફિલ્ટર કરવામાં નિષ્ફળ રહે છે તો આ વસ્તુઓ હાડકાઓના જ્વાઈંટસ પર ક્રિસ્ટલના રૂપમાં જામી જાય છે. તેના કારણે પગમાં સોજા અને સાંધામાં દુ:ખાવો થવા લાગે છે. જ્યારે બૉડીમાં પ્યૂરિનનો ડાઈજેશન યોગ્ય રીતે  થઈ શકતુ નથી ત્યારે યુરિક એસિડનો લેવલ વધવા લાગે છે. આ પરેશાનીથી છુટકારો મેળવા આપણે ડાઈટમાં ફેરફાર લાવવો પડશે 
 
અખરોટથી ઓછુ થશે યુરિક એસિડ 
ગ્રેટર નોએડાના GIMS હોસ્પીટલના કાર્યરત પ્રખ્યાત ડાઈટીશિયન ડૉ. આયુષી યાદવના મુજબ જો અખરોટનુ સેવન રેગુલર કરાય તો યુરિક એસિડની પરેશાની દૂર કરી શકાય છે. આવો જાણીએ કેવી રીતે 
 
અખરોટ કેવી રીતે કરે છે અસર 
અખરોટને ઓમેગા-3નો રિચ સોર્સ ગણાય છે. તેમાં કૉપર, ફાસ્ફોરસ મેગ્નીશિયમ અને વિટામિન બી 6 જેવા મુખ્ય ન્યુટ્રીએંટસ હોય છે. સાથે જ આ એંટી ઈંફ્લેમેટરી ગુણથી પણ ભરપૂર છે. આ ડ્રાઈ ફ્રૂટમાં હેલ્દી પ્રોટીન હોય છે જેની મદદથી યુરિક એસિડના કારણે થતા ગાઉટ ઓછા કરી શકાય છે. જો હાડકાઓના જ્વાઈંટ પર યુરિક એસિડનો ક્રિસ્ટલ જામી જાય છે ઓતો અખરોટ ખાવાથી આ ધીમે-ધીમે ઘટવા લાગે છે.