ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

વેટ લૉસ ટિપ ઓફ ધ ડે - વજન ઘટાડવાના 8 અસરકારક ઉપાયો

- જો તમે તમારુ વજન ઓછુ કરવા માંગો છો તો અહી બતાવેલ આ ઝડપી ટિપ્સને ફોલો કરો. 
 
- એક ગ્લાસ પાણીમાં 3 ટીસ્પૂન લીંબૂનો રસ, 1 ટીસ્પૂન મધ અને અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર મિક્સ કરીને રોજ ખાલી પેટ પીવો. 
 
- એક કપ ગરમ પાણીમાં 1 ટીસ્પૂન મધ અને અડધી ટીસ્પૂન તજ પાવડર મિક્સ કરીને રોજ સવાર-સાંજ પીવો. 
- રોજ સવારે ખાલી પેટ 1-1 ટીસ્પૂન એલોવેરા અને આમળાનુ જ્યુસ મિક્સ કરીને પીવો. ત્યારબાદ એક ગ્લાસ પાણી પીવો. 
- નિયમિત રૂપે 2-3 કપ ગ્રીન ટી પીવો. તમે ચાહો તો તેમા આદુ અને લીંબૂનો રસ પણ મિક્સ કરી શકો છો. 
 
- રોજ સવારે 6-7 કઢી લીમડાના પાન ખાવ. પછી કુણુ પાણી પી લો. 
- રોજ સવારે ખાલી પેટ કાચા ટામેટા ખાવ. તેનાથી ભૂખ કંટ્રોલ થાય છે અને વજન પણ જલ્દી ઓછુ થાય છે. 
- રાત્રે એક ગ્લાસ પાણીમાં 1 ટીસ્પૂન વરિયાળી પલાડી મુકો. સવારે આ પાણીને ઉકાળી લો. ગાળીને પીવો. 
- રાત્રે જમવામાં રાગીની રોટલી ખાવ. તેમા ભરપૂર માત્રામાં ન્યૂટ્રિએંટ્સ હોય છે અને કૈલોરી ખૂબ ઓછી હોય છે.