રવિવાર, 21 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2023 (18:22 IST)

Weight Loss: થાઈરોઈડના કારણે વધી ગયુ છે વજન? કંટ્રોલ કરવા માટે અજમાવો આ ટિપ્સ

Reduce Weight In Thyroid: થાઈરોઈડ એક ગંભીર રોગ છે. અમારા ગળામાં થાઈરોઈડ નામની એક ગંથિ છે. આ ઘણા જરૂરી હાર્મોંસને બનાવવાના કામ કરે છે. થાઈરોઈડ ગ્રંથિ મુખ્ય રૂપથી ટી3 ટી4 હાર્મોંસને બનાવવાના કામ કરે છે. જ્યારે શરીરમાં આયોડીનની ઉણપ થઈ જાય છે તો થાઈરાઈડ ગ્લેંડ સારી રીતે હાર્મોંસનુ નિર્માણ નથી કરી શકતી. આ કારણ ઘણી પરેશાનીઓ થવા લાગે છે. થાઈરોઈડના કારણે શરીરબુ વજન વધી જાય છે અમે કેટલાક સરળ ટિપ્સ અજમાવીને થાઈરાઈડના કારણે વધેલા વજનને ઓછુ કરી શકીએ છે. 
 
બીંસ ખાવો 
થાઈરાઈડના દર્દીઓ માટે બીંસ અને દાળ ખાવુ ખૂબ ફાયદાકારી છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. દાળ અને બીંસ ખાવાથી વજન  પણ કંટ્રોલમાં રહે છે અને થાઈરાઈડ પણ 
 
ડ્રાઈ ફ્રૂટસ 
થાઈરોઈડમાં ડ્રાયફ્રુટ્સ ખાવાથી ફાયદો થાય છે. તેઓ પ્રોટીન, એન્ટીઑકિસડન્ટો, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તેઓ પ્રોટીનથી ભરપૂર હોય છે. થાઈરોઈડમાં પલાળેલા ડ્રાયફ્રુટ્સ ખાવાથી ફાયદો થાય છે.
 
ખૂબ પાણી પીવો
વજન ઘટાડવા માટે પાણી પીવું ફાયદાકારક છે. જો તમે થાઈરોઈડના કારણે વધેલા વજનને ઓછું કરવા ઈચ્છો છો તો તમારે પુષ્કળ પાણી કે જ્યુસ પીવું જોઈએ.
 
જોગિંગ પર જાઓ
વજન ઘટાડવા માટે શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે. જો તમે હેવી વર્કઆઉટ નથી કરી શકતા તો જોગિંગ કરો. ચાલવા જવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
 
ખાંડ ટાળો
જ્યારે તમને થાઈરોઈડ હોય ત્યારે મીઠી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. ખાંડના કારણે વજન ઝડપથી વધે છે. જો તમારે ફિટ રહેવું હોય તો ખાંડનું સેવન ટાળવું જ સારું છે.