0
ઈરાકમાં અમેરિકા સામે વિરોધ વંટોળ
ગુરુવાર,એપ્રિલ 3, 2008
0
1
સાઉદી અરબનાં પૂર્વ પ્રાંતમાં આવેલા પોતાનાં નિવાસ સ્થાને પંખાથી લટકી એક ભારતીય દંપતિએ કથિત રીતે આત્મહત્યા કરી હતી. મહિલાને એઈડ્સ હોવાનું માલૂમ પડતા બંનેએ આ પગલું ભર્યું હતું.
1
2
બ્રિટનની રાજકુમારી ડાયનાનાં મૃત્યુનાં કારણોની તપાસ કરી રહેલી જ્યુરીએ લગભગ છ મહિનાની સુનાવણીમાં 250 થી વધુ સાક્ષીઓનાં બયાન સાંભળ્યા બાદ નિર્ણય પર ચર્ચા વિચારણા શરૂ કરી છે.
2
3
શારજહામાં એક કન્સ્ટ્રક્શન કંપનીનાં 600 થી વધું શ્રમિકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ પ્રદર્શન બાદ હિંસક રૂપ ધારણ કરી રહ્યાં હતાં ત્યાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં ભારતીય પણ સામેલ છે.
3
4
પાકિસ્તાનનાં સેના પ્રમુખ જનરલ અશફાક કિયાનીએ મેજર જનરલ મોહંમદ આસિફને સેન્ય જાસૂસી વિભાગનાં પ્રમુખ તરીકે નિમ્યા છે. આ માહિતી પાક લશ્કરનાં પ્રવક્તા આપી છે.
4
5
સરગના ઓસામા બિન લાદેન બાદ સંગઠનમાં બીજા નંબરે આવતા આતંકવાદી અયમાન અલ જવાહરી ટૂંક સમયમાં સમગ્ર વિશ્વની સાથે ઈન્ટરનેટનાં માધ્યમથી જોડાશે અને તેને પૂછવામાં આવેલા પ્રશ્નોનાં જવાબ આપશે.
5
6
અમેરિકા ઈરાકમાં ચાલી રહેલી હિંસામાં વધારા છતાં જુલાઈ મહિનનાં અંત સુધીમાં પોતાનાં સૈનિકોને હટાવવાનું કામ ચાલુ રાખશે. જુલાઈ બાદ અમેરિકા ત્યાંથી સૈનિકોને હટાવવાનું બંધ કરી ઈરાકની સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરશે.
6
7
અમેરિકાના ઔરલેન્ડો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એક જમૈકા નિવાસી પાસેથી વિસ્ફોટક ડિવાઈસ બનાવવા માટે ઉપયોગમાં આવતી ચીજ મળી આવી હતી.
7
8
પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં આજે એક ગેસ સિલેન્ડર ફાટતાં 9 જણાંના મોત નીપજ્યાં હતા.
8
9
પાકિસ્તાનના કબાઈલી વિસ્તારમાં એક મહિલા તથા તેના કથિત પ્રેમીને વ્યભિચારના આરોપસર આતંકવાદીઓએ પથ્થરો મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
9
10
સુફિયા યુસુફ નામની ઓક્સફોર્ડની એક વિદ્યાર્થિની 13 વર્ષની ઉંમરે ઓક્સફોર્ડ યુનિર્વિસટીમાં ગણિતમાં નંબર વન આવીને ઈનામ જીતી ગઈ હતી, તે આજે 23 વર્ષની ઉંમરે કલાકના 130 પાઉન્ડ લેતી કોલગર્લ છે.
અભ્યાસમાં સફળ થનાર જીવનમાં સફળ જ થાય તેવું નથી.
10
11
પ્રભુતામાં પગલા પાડવા જઈ રહેલી કન્યા સહિત લગ્નમાં સામેલ થવા જઈ રહેલા લોકોથી ભરેલી હોડી નાઈજીરિયામાં એક નદીમાં પલટી ખાતા 26 લોકોનાં મૃત્યુ થયા હતાં.
11
12
તિબેટી બૌદ્ધોની શાખા ગેલુપકાએ આજે ઈન્ચી પરિસરમાં યોજાયેલા સમારોહમાં પાંચ વર્ષના બાળક તેનજિંગ નેમ્સે દોરજીને પોતાના ધર્મગુરુ થ્રોમો રિમ્પોચેના ત્રીજા અવતારનો દરજ્જો પ્રદાન કર્યો હતો.
12
13
બ્રિટિશ કિશોરી સ્કારલેટ કીલિંગનું શબ વીતી મોડી રાત્રે લંડન પહોંચ્યું હતું. સ્કારલેટની ગોવામાં બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી.
સ્કારલેટની માં ફિયોના મેકીઓન પોતાની પુત્રીનાં શબવાળા તાબૂત સાથે મુંબથી હીથ્રો હવાઈ મથકે પહોંચી હતી.
13
14
લંડનમાં ભારતનાં પૂર્વ રાજદૂત કમલેશ શર્મા 53 સભ્યોનાં કોમનવેલ્થ દેશોનાં નવા મહાસચિવનાં રૂપમાં પદભાર ગ્રહણ કરશે. શર્મા આઝાદી પહેલા તિમોરમાં વર્ષ 2002 થી 2004 વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનાં ખાસ પ્રતિનિધિ પણ રહી ચૂક્યા છે.
14
15
રાજકુમારી ડાયના અને તેના મીત્ર ડોડી અલ ફયાદની મોત સંદર્ભે તલસ્પર્શી તપાસ બાદ અધિકારીઓએ આ મામલામાં રાજકુમાર ફિલિપ્સ અને બ્રિટીશ ગુપ્તચર વિભાગની સંડોવણીના કોઈ પુરાવા નહીં મળતાં અંતે આ ઘટનામાં બંનેની ભૂમિકા નથી તેવો રિપોર્ટ રજુ કર્યો હતો.
15
16
મહાન ચિત્રકાર પાબ્લો પિકાસો દ્વારા બનાવવામાં આવેલી વધુ એક તસવીર બ્રિટનના એક વ્યક્તિના મકાનમાં જોવા મળી હતી.
16
17
વેટિકનની વર્ષ 2008ની યરબુક માટે આંકડા એકત્રીત કરનારી મોનસિગનોર વિટ્ટોરિયો ફોરમેંતી દ્વારા પ્રકાશિત થયેલી માહિતી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા 19.2 ટકા છે જ્યારે કેથોલિક 17.4 ટકા છે.
17
18
બ્રિટન જવાની ઈચ્છા ધરાવતાં પ્રોફેશનલ્સ અને પ્રશિક્ષીત લોકોને નવી પ્રણાલી અંતર્ગત વીઝા માટે આવેદન કરવુ પડશે. નવી પ્રણાલી અંક આધારિત છે અને ભારતમાં કાલથી લાગુ થશે.
18
19
ઈરાકના બસરા શહેરમાં પાછલા એક સપ્તાહથી ચાલતી હિંસક અથડામણોમાં 210થી વધુ લોકોનાં મોત થયા હોવાની માહિતી ગૃહમંત્રાલયના પ્રવક્તાએ આપી હતી.
19