0
બહેરીનમાં એક ભારતીયનુ મૃત્યુ
રવિવાર,માર્ચ 9, 2008
0
1
પાકિસ્તાનનો મુખ્ય પક્ષ પીપલ્સ પાર્ટી(પીપીપી)ના નેતા મખદુમ અમીન ફાહિમે આજે જણાવ્યું હતું કે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં થઈ રહેલાં વિલંબથી લોકોમાં એવી લાગણી થઈ રહી છે કે તેમનું અપમાન કરવામાં આવ્યું છે.
1
2
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પંજાબ પ્રાંતમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ કાયદે આઝમ(પીએમએલ ક્યુ) સાથે મળીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ ઠુકરવી દીધો છે.
2
3
પીપીપીના વરિષ્ઠ નેતા નબીલ ગબોલે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી પદના ઉમેદવારની પસંદગી પર નિર્ણય લેવામાં વિલંબ થવાનુ મુખ્ય કારણ છે કે, હજી સુધી મુશરર્ફે નવો નેતા પસંદ કરવા માટે નેશનલ એસેમ્બલીનુ સત્ર બોલાવ્યુ નથી.
3
4
પાકિસ્તાની સેનાના પ્રમુખ અશ્ફાક પરવેઝ કયાનીએ કહ્યુ હતુ કે, દેશની સેના રાજનૈતિક પ્રક્રિયાથી અલગ રહેશે અને નવી સરકારને સમર્થન આપશે.
4
5
પાકિસ્તાનની નવી સરકાર અને તેના મંત્રીમંડળના ગઠન બાદ કટોકટી સમયે બરખાસ્ત કરવામાં આવેલા ન્યાયાધીશોને તેમના સ્થાને પુનઃ નિયુક્ત કરવા પર પ્રસ્તાવ પારિત કરવામાં આવે તેવી શક્યતા છે.
5
6
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પ્રધાનમંત્રી પદ માટેના પોતાના ઉમેદવારનુ નામ જાહેર કરવાનુ હાલ તુરત ટાળ્યુ છે. પાર્ટીના સહઅધ્યક્ષ આસિફ અલી જરદારીના નેજા હેઠળ યોજાયેલી પીપીપી નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
6
7
ભારતના પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંગે સંસદમાં આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શાંતિ અને સહયોગપૂર્ણ સંબંધોની દિશામાં ભારત સાથે હાથ મિલાવીને આગળ વધશે. પ્રધાનમંત્રીના આ નિવેદનનુ પાકિસ્તાનનના સત્તાધીશો સ્વાગત કર્યુ હતુ.
7
8
અમેરિકાનાં પરમાણુ અપ્રસાર નિષ્ણાતોએ બુશ સરકારને ભારત અમેરિકા બિન લશ્કરી પરમાણુ કરાર પર સાંસદોને આપવામાં આવેલી ખાનગી માહિતીને સાર્વજનિક કરવાની માંગણી કરી છે.
8
9
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઉપાધ્યક્ષ મખદુમ અમીન ફહીમને પાર્ટી નેતાઓ દ્વારા સંસદીય દળના નેતા બનાવવા આવે તેવી સંભાવના જાણકારોએ વ્યક્ત કરી છે. સંસદીય દળનો નેતા જ પ્રધાનમંત્રી બની શકે તેવી શક્યતા છે.
9
10
પાકિસ્તાની સુરક્ષાદળના જવાનોએ દેશની દરિયાઈ સીમામાં માછલી પકડવા માટે પ્રવેશેલા 14 ભારતીય માછીમારોને ઝડપી પાડ્યા છે. સુરક્ષા જવાનોએ માછીમારોની ત્રણ બોટ પણ જપ્ત કરી લીધી છે.
10
11
ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠના કારણે અફઘાનિસ્તાન માદક દ્વવ્યોની હેરાફેરીમાં ટોચના સ્થાને પહોંચી ગયુ છે. જેથી તેને રોકવા માટે સરકારે માદક દ્વવ્યોના મોટા વેપારીઓને નિશાન બનાવવા જોઈએ તેવી સલાહ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવી છે.
11
12
કેથોલિક અને મુસ્લિમો વચ્ચે આંતરિક વિશ્વવાસ પ્રસ્થાપીત કરવા માટે એક ખાસ મંચનુ ગઠન કરવા પર સોળમા પોપ બેન્ડિક્ટે મંજુરીની મહોર મારી દીધી છે. વિટિકનના સુત્રો મુજબ મંચની શરૂઆતી બેઠક નવેમ્બર માસમાં રોમમાં યોજાશે.
12
13
વિશ્વમાં દરવર્ષે દસ લાખથી વધુ લોકો આપઘાત કરી જીવાદોરી ટુંકાવે છે. આ આંકડો આતંકવાદ, યુદ્ધ અથવા હત્યાથી થતા મૃત્યુ કરતાં અનેક ગણો વધારે છે તેવો રિપોર્ટ આત્મહત્યા પર નિયંત્રણ લાવવા માટે બનાવવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ રજુ કર્યો છે.
13
14
રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર સહિત અન્ય રાજ્યોને લગતી ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા સંબંધીત વિવાદોના ઉકેલ માટે બંને દેશોના સીમા રક્ષકોના મહાનિર્દેશકોની દ્વીપક્ષીય બેઠક 27થી 29મી માર્ચ દરમિયાન ચંદીગઢમાં યોજાશે.
14
15
પાકિસ્તાનની સામાન્ય ચુંટણીમાં સૌથી મોટી પાર્ટીના સ્વરૂપમાં ઉપસી આવેલી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ કેબિનેટના ગઠનના પહેલા ચરણમાં પોતાની મુખ્ય ગઠબંધન પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની સલાહ બાદ 11 કેબિનેટ મંત્રીઓના નામોની યાદીને અંતિમ ઓપ આપી દીધો છે.
15
16
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને આવામી નેશનલિસ્ટ પાર્ટીના ત્રિદલીય ગઠબંધને રાષ્ટ્રીય એસેમ્બલીના પહેલા સત્રમાં રાષ્ટ્રપતિ મુશરર્ફ પાસે સંસદમાં વિશ્વાસ મત હાંસલ કરવાની માગનો પ્રસ્તાવ પ્રસ્તુત કરવાનો નિર્ણય લીધો છે.
16
17
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે રશિયાનાં આગામી રાષ્ટ્રપતિનાં રૂપમાં ચૂંટાયેલા દિમિત્રી મેદવેદેવને મંગળવારે ફોન પર શુભેચ્છા પાઠવી હતી.
17
18
પાકિસ્તાન સરકારના શરતી છુટકારાના પ્રસ્તાવને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઈફ્તેખાર મહોંમદ ચૌધરીએ ઠુકરાવી દેતાં સરકારે તેમના ઘરે તાળા મરાવી પરિવારને ફરી એકવાર નજરકેદ કરી લીધો હતો.
18
19
ઓહાયો ડેમોક્રેટિક પ્રાઈમરી તથા રોડ દ્વીપ પ્રાઈમરીમાં હિલેરી ક્લિન્ટનનો ભવ્ય વિજય થયો હતો.
19