શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 25 ઑગસ્ટ 2016 (12:22 IST)

ઈટલી : ભૂકંપમાં 247 લોકોની મોત, લગભગ 400 ઘાયલ, આ કારણોથી આખુ શહેર કાટમાળમાં બદલાય ગયુ

સેંટ્રલ ઈટલીમાં બુધવારે આવેલ વિનાશકારી ભૂકંપમાં જ્યા એક બાજુ અનેક શહેર અને ગામ બરબાદ થઈ ગયા છે તો બીજી બાજુ મરનારાઓની સંખ્યા 247 સુધી પહોંચી ગઈ છે. સિવિલ પ્રોટેક્શન ગ્રુપના મુજબની સંખ્યા 247 સુધી પહોંચી ગઈ છે. આ પહેલા એજંસીઓએ આ આંકડા 159 બતાવ્યા હતા. હજારો લોકો બેઘર થઈ ગયા છે. જ્યારે કે લગભગ 400 લોકો ઘાયલ છે. ગ્રામીણ વિસ્તારોમાં હાલ કાટમાળમાં ફસાયેલા અને દબાયેલા લોકોને કાઢવાનુ કામ ચાલુ છે. 
 
પ્રધાનમંત્રી મતેઓ રેંજીએ કહ્યુ કે સેકડો લોકોના દબાયા હોવાના કારણે મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે.  જ્યારે કે ભૂકંપના ઝટકા બીજીવાર આવવાની આશંકા વચ્ચે સેકલો લોકોએ અસ્થાઈ શિબિરોમાં રાત વિતાવી. ભૂકંપનુ કેન્દ્રની નિકટવાળા ગામમાં સેકડો ઈમારત, ચર્ચ કાટમાળમાં બદલાય ગયા. ભૂકંપની તીવ્રતા 6.0 થી 6.02 વચ્ચે હતી. 
 
આ કારણોથી બરબાદ થઈ ગયુ આખુ શહેર 
 
1. યૂનાઈટેડ સ્ટેટસ જિયોલોજીકલ સર્વે મુજબ ભૂકંપનુ કેન્દ્ર પેરુગિયા શહેરના ઉમબ્રિયા શહેરની પાસે જમીનના સપાટીથી 10 કિમી નીચે હતુ. 
2. વિશેષજ્ઞ જણાવે છે કે ભૂકંપનુ કેન્દ્ર જમીનની સપાટીથી વધુ નીચે નહોતુ તેથી વધુ તબાહી થઈ. 
3. ભૂકંપનુ કેન્દ્ર અને આસપાસના શહેર અને ગામની મોટાભાગની બિલ્ડિંગો પત્થરની બનેલી હતી અને 100 વર્ષ જૂની હતી. 
4. ઈગ્લેંડના પ્રોફેસર ડેવિડ એ. રૉથરી કહે છે કે 100 વર્ષ પહેલા ભૂકંપરોધી ઈમારતો બનાવવાની રીત ખબર નહોતી. તેથી જમીનની સપાટી નિકટના હળવા ઝટકાથી બધુ જ બરબાદ થઈ ગયુ. 
5. ભૂકંપ ઉમબ્રિયા, માર્ચ અને લાજિયોની વચ્ચે દૂરના વિસ્તારોમા વર્ષના એવા સમયે આવ્યો જ્યારે સ્થાનીક લોકો ઉપરાંત પર્યટક પણ ખૂબ સંખ્યામાં આવ્યા હતા. 
6. આ વિસ્તાર લા અકિલાથી થોડે જ દૂર ઉત્તરમાં છે જ્યાર 2009માં આવેલ ભૂકંપમાં લગભગ 300 લોકો માર્યા ગયા હતા. 
7. સૌથી વધુ નુકસાન અને મોત અમાત્રીસ,  એકુમોલી અને અરકાતા ડેલ તોરંતો ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં થઈ છે. 
8. એમાત્રીસના મેયર સેર્ગિયો પિરોજીએ જણાવ્યુ કે અડધુ ગામ બરબાદ થઈ ગયુ છે. તેમણે કહ્યુ કે નિરિક્ષણ દરમિયાન એવુ લાગી રહ્યુ હતુ કે જેવા કે કોઈએ આ ક્ષેત્રમાં બોમ્બ ફેંકી દીધા હોય. 
9. પોપ ફ્રાંસિસે સેંટ પીટ્સ બર્ગમાં પોતાના સાપ્તાહિક કાર્યક્રમ રોકીને દુર્ઘટના પર શોક બતાવ્યો. 
10. ભૂકંપ સવારે 03 વાગીને 36 મિનિટ પર આવ્યો. ત્યારબાદ ત્રણ મિનિટ ગામના 13મી સદીના ટાવર પર લાગેલી ઘડિયાળ રોકાય ગઈ.