રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 31 જુલાઈ 2017 (16:45 IST)

Video કેક છે કે નોટ છાપવાનુ મશીન -જુઓ અનોખો કેક વીડિયોમાં

આજે ફક્ત કપડા અને કાર જ નહી કેક પણ ડિઝાઈનર મળે છે. બજારમાં એકથી એક ચઢિયાતા ફ્લેવર અને ડિઝાઈનમાં કેકના વિવિધ પ્રકાર મળી જાય  છે. તમે બસ તમારા દિલની ઈચ્છા બતવો.. એ કેટલી પણ વિચિત્ર કેમ ન હોય.. કેક બનાવનારા વિશેષજ્ઞ તમારી આ ઈચ્છાને પૂરી કરી શકે છે.  હા પણ આ સાથે જ એક સામાન્ય કેકની તુલનામાં ડિઝાઈનર કેક માટે તમને વઘુ પૈસા ખર્ચ કરવા પડશે. 
 
આ જ રીતે એક એવા કેક વિશે પણ સાંભળવા મળ્યુ છે જે ફક્ત જોવામાં જ અનોખો નથી પણ તેમાંથી પૈસા પણ નીકળે છે.. આ કેક પર એક બટન રહેલુ છે.. જેને દબાવતા જ નોટ નીકળે છે.. એક વહુએ પોતાની સાસુને ખુશ કરવા માટે આ મજેદાર ભેટ તૈયાર કરાવી છે. 
 
શાંગડોંગ શહેરના કિંગદાઓની રહેનારી એક મહિલા પોતાની સાસુમાને સૌથી અલગ ભેટ આપવા માંગતી હતી. તે કપડા કે ઘરેણા જેવી બોરિંગ વસ્તુઓથી અલગ કંઈક નવુ કરવા માંગતી હતી. આ કેકને તૈયાર કરતી વખતે જ એક ટ્રે માં કેટલીક નોટને  સ્પ્રિંગની મદદથી દબાવીને મુકી દેવામાં આવે છે.. ઉપરથી આઈસિંગ કરી તેને સંતાડી દેવામાં આવે છે. 
 
કેકના ટૉપ પર એક બટન એ  રીતે મુકવામાં આવે છે કે જેવુ જ તેને કોઈ દબાવે તો અંદર મુકેલી નોટ બહાર નીકળવા માંડે છે. આ કેકને જોયા પછી શુ તમારી પણ ઈચ્છા થાય છે કે તમને પણ કોઈ આવો જ કેક ભેટમાં આપે...