શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (05:36 IST)

શુ તમે બ્રેકઅપ પહેલા તમારા પાર્ટનરને વધુ એક તક આપવા માંગો છો ? તો યાદ રાખો આ ટિપ્સ

જો તમને હમણાં હમણાં પ્રેમ થયો હોય તો તમને દરેક વ્યક્તિ સારી લાગશે અને તમે તમારી ગમતી વ્યક્તિ સાથે એક સફળ અને લાંબી રિલેશનશિપ વિશે વિચારશો, પરંતુ એક સમય પછી તમને આખી દુનિયા અણગમતી લાગવા લાગશે, તમારે કંઈક નવું અને વધુ સારું જોઈતું હશે તથા તમારી ગમતી વ્યક્તિ સાથે તમારો પ્રેમ, રોમાન્સ બધું જ સ્વાહા થઈ જશે. જ્યારે લાઈફમાં આ સમય આવે તો લોકોના બ્રેકઅપ અને છુટાછેડા થાય છે, પરંતુ આટલો મોટો નિર્ણય લેતા પહેલા થોડા દિવસ એકબીજાથી દૂર રહો.. એક મહિનો.. બે મહિના.. પછી  જુઓ તમારો  નિર્ણય કેટલો બદલાય જશે. આ ઉપરાંત રિલેશનમાં કેટલીક વાતો જરૂર યાદ રાખો 
 
મનમાં ખોટા ભાવ ન રાખો
 
જે કપલ હંમેશા ખૂશ રહે છે તે ક્યારેય એકબીજા પ્રત્યે ખોટા ભાવ નથી લાવતા. દરેક સંબંધમાં નાના મોટા ઝઘડા થતાં જ હોય છે પરંતુ તેનો મતલબ એ નથી કે ખોટા ભાવ મગજમાં આવે. સવારે થયેલા ઝઘડાને પ્રયત્ન કરો કે સૂતા પહેલા સોલ્વ કરી લો. તમારા પાર્ટનરની ભાવનાઓનું ધ્યાન રાખો. 
 
એક-બીજા માટે સંવેદનશીલ બનો
 
સંબંધોનો આનંદ ઉઠાવવા માટે એકબીજા પ્રત્યે સંવેદનશીલ બનો અને દરેક પળને જીવતા શીખો. તમે તમારા સંબંધોની ઉંડાઇ ત્યાં સુધી નહી સમજી શકો જ્યાં સુધી તમારા પાર્ટનર સાથે ખુલીને જીવતા નહી શીખો. 
 
નો સિક્રેટ ઇન રિલેશનશીપ
 
કોઇ પણ વસ્તુને તમારા પાર્ટનરથી છુપાવવું તે તમારા સંબંધ ખરાબ કરી દે છે. ખાસકરીને એવી કોઇ વાત કે જે તમે તમારા પાર્ટનરને ન કહી હોય પરંતુ બીજા કોઇ પાસેથી જાણવા મળે તો સંબંધોમાં તિરાડ પડે છે. દરેક વાતની ચર્ચા તમારા પાર્ટનર સાથે કરો અને કોઇ વાત છુપાવશો નહી. 
 
પાર્ટનરને તેની વાત કહેવાનો મોકો આપો
 
બધા ઇચ્છે છે કે તે તેમની વાત ખુલીને કહી શકે, તો તમારે ખુલીને વાત કહેવાનો મોકો આપવો જોઇએ. પાર્ટનરને ક્યારે બોલવા દેવા અને ક્યારે નહી તેની સાચી ઓળખ કેળવો. 
 
એક-બીજાને સ્પેસ આપો
 
સંબંધોને સફળ બનાવવા માટે એક-બીજાને સ્પેસ આપો. પાર્ટનરના સપના અને ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં સાથ આપો. એકબીજાની અસહમતીને પણ સન્માન આપો અને સ્વીકારો. જેથી કરીને એકબીજા સાથે ખુલીને વાત શૅર કરતા થશો.