એક વાર એક વ્યક્તિ મંદિરેથી દર્શન કરીને પાછો ફરી રહ્યો હતો. એક તંદુરસ્ત સાધુએ તેની પાસે ભીખ માંગી તો તે ગુસ્સે થઈને બોલ્યો - ભીખ કેમ માંગે છે ? મહેનત કરીને ખા ને. સાધી પણ અક્કડથી બોલ્યો - કેમ, તમે કદી ભીખ માંગી છે ? અજાણ્યો વ્યક્તિ- નહી સાધુ - તો પછી તમે શુ જાણો કે ભીખ માંગવા માટે પણ કેટલી મહેનત કરવી પડે છે.