બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2017 (12:04 IST)

ગુજરાતી જોક્સ - ભગવાન કે મશીન

અંબાજીના મંદિરમા ખૂબ ભીડ હતી.  એક વિદેશી યુવતી દર્શન માટે લાંબી લાઈનને આશ્ચર્યથી જોઈ રહી હતી. ત્યારે એક પંડિતજી આવ્યા અને બોલ્યા - ખૂબ લાંબી લાઈને છે આ રીતે દર્શન નહી થાય. 501 રૂપિયામાં VIP પાસ લઈ લો.. જલ્દી દર્શન કરાવી દઈશ 
વિદેશી યુવતી બોલી - હુ 5100 આપીશ.. ભગવાનને કહો બહાર આવીને મળી લે.. 
પંડિતજી બોલ્યા - મજાક કરો છો શુ.. ભગવાન ક્યારેય મંદિરમંથી બહાર આવે છે ખરા ?
વિદેશી યુવતી ફરી બોલી - હુ 51000 આપીશ તેમને કહો કે મારા ઘરે આવી ને મળી લે.. 
પંડિતજી - (ગુસ્સામા બોલ્યા) તમે ભગવાનને શુ સમજો છો... વિદેશી છો ને... !! 
વિદેશી યુવતી - એ જ તો હુ તમને પૂછવા માંગુ છુ કે તમે ભગવાનને શુ સમજો છો ? પૈસા બનાવવાનું મશીન ? ?