આ સપના ક્ષણભંગુર છે સાબુના ફીણના પરપોટા ક્ષણમાં બનતા, ક્ષણમાં તૂટતા છે રેતીના મહેલ એક કોમળ હવાથી ભાંગી પડતા આ દિલમાં પ્રેમ જગાવી રાતના સુમસામ અંધારામાં ખોવાઈ જતા આ સપના ક્ષણભંગૂર ચોરીથી આંખોના રસ્તે દિલમાં ઉતરતા અચાનક એક ક્ષણની કરવટથી તૂટી જતા પણ આ આંખો એક સપનાના તૂટ્યા પછી ફરી જુએ છે એક નવુ સપનું તેના પૂરા થવાની આશામાં....