1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી કાવ્ય
Written By

ગુજરાતી કાવ્ય : સુખી સંસાર

સંબંધોમાં થોડી મીઠાસ, થોડી ખટાશ પણ હોય
આ વસ્તુનો બંનેને અહેસાસ પણ હોય ..

સંમતિ અને સન્માન દામ્પત્ય જીવનના છે બે આધાર
સંબંધોમાં ક્યારેક હાસ-પરિહાસ પણ હોય

પતિ-પત્નીના સંબંધો દિલથી જોડાયા છે
આ ડોરની મજબૂતીના પ્રયત્નો પણ થતા હોય..


અબોલા અને ખટપટ તો ચાલ્યા કરે છે
જીવનસાથી પર અતૂટ વિશ્વાસ પણ હોય ..

મનની વાત સીધા રસ્તેથી દિલમાં ઉતરે છે
ખુશી આપવાની વાત ક્યારેક અચાનક પણ થતી હોય..

સંબંધો બને છે સદાયે વિશ્વાસના આધાર પર
દિલોમાં પ્રેમનો પ્રકાશ પણ હોય ..

ચંદ્રને જમીન પર ઉતારવાનું ન વિચારશો
સપના હકીકતની આસપાસ પણ હોય...