સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 9 જૂન 2016 (10:58 IST)

ગુલબર્ગ હત્યાકાંડ - 24 આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા, થોડીવારમાં આવી શકે છે ચુકાદો

ગુલબર્ગ હત્યાકાંડના 24 આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં સજાનો ચુકાદો જાહેર કરવામાં આવી શકે છે. આજે સુનાવણી થવાની હોવાથી તમામ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા છે. હવે થોડીવારમાં સુનાવણી શરૂ થશે. આજે ગુલબર્ગ કેસ સજા જાહેર થવાની હોવાથી લોકો મોટી સંખ્યામાં કોર્ટમાં ઉપસ્થિત છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 
ગત સુનાવણી વખતે પબ્લિક પ્રોસેક્યુટરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, તમામ 24 આરોપીઓને હત્યાના ગુના માટે સજા થવી જોઈએ. આ કૃત્ય ક્રુર અને અમાનવીય હતું. લોકોને જીવતા સળગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 30 લોકો હજુ પણ મળતાં નથી. ગુમ થયેલામાં હાલમાં 14 મહિલાઓ અને 8 બાળકો છે. મુસ્લિમ સમાજના લોકો હોવાથી આ લોકોની હત્યા કરાઈ છે. બીજુ કોઈ કારણ ન હતુ કે, આ નિર્દોષ અને નિહત્થા લોકોની હત્યા કરાઈ. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે, આ રેરેસ્ટ ઓફ રેરની વ્યાખ્યામાં આવતો કેસ છે. દોષિતોને રિહેબિલેશનનો કોઈ સ્કોપ જ નથી