સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 જાન્યુઆરી 2017 (12:42 IST)

PM મોદી પણ જેમની પતંગબાજી પર ફિદા છે..જાણો કોણ છે આ ગુજ્જુ પતંગબાજ

- 77 વર્ષના પતંગબાજ વિશ્વકક્ષાએ ઝળક્યા, 365 ટ્રેઇન કાઇટ ચગાવવાનો રેકોર્ડ નોંધાવ્યો 
-4 ગોલ્ડ મેડલ 
- એક સાથે ઉડાવે છે 500 પતંગ 
- 150થી વધુ ટ્રોફીયો 
- ઉડાવી 42 ફીટની બ્લેક લોબ્રા પતંગ 


ગુજરાત ટુરીઝમ દ્વારા દર વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જલાલપોર તાલુકાના સાગરા ગામના 77 વર્ષીય આંતરરાષ્ટ્રીય પતંગબાજ વિઠ્ઠલભાઇ દેલવાડીયા ભાગ લેશે. તેમણે અત્યાર સુધીમાં 25 થી વધુ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઇને 150થી વધુ ટ્રોફીઓ અને 4 જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા છે. 8થી 14 જાન્યુઆરી સુધી અમદાવાદ,રાજકોટ,સુરત તથા વલસાડ જેવા વિવિધ શહેરોમાં ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા 30મો કાઇટ ફેસ્ટીવલ યોજાય રહ્યો છે.જેમાં દેલવાડા ગામના વતની અને સાગરા ગામે રહેતા 77 વર્ષીય વિઠ્ઠલભાઇ છગનભાઇ દેલવાડીયા  ભાગ લઇ રહ્યા છે. વિઠ્ઠલભાઇ દેલવાડીયા 30 વર્ષથી પતંગ મહોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. તેઓ પાસે 38પતંગોની વેરાયટીઓ છે.તેમની પાસે 18 મીલીમીટરનો મીનીચર કાઇટ તથા 42 ફૂટ મોટો પતંગ પણ છે.તે ઉપરાંત 15 ફૂટનો રોલર પતંગ તથા 42 ફૂટનો બ્લેક કોબ્રા નામનો પતંગ તેમજ અનેક પ્રકારના ડેલ્ટા કાઇટ તથા બોકસ કાઇટ પણ  છે.તેમણે ઇ.સ.1952માં 12 વર્ષની ઉંમરે બિહારના પટના ખાતે પતંગ મહોત્સવમાં ભાગ લઇ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ડો.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. વિઠ્ઠલભાઇ દેલવાડીયા મદ્રાસ ખાતે એક દોરી ઉપર એકીસાથે 501 ટ્રેઇન કાઇટ પતંગ ચગાવવાનો રેકોર્ડ ધરાવે છે. ગત વર્ષે સુરત ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ તેઓએ એક દોરી ઉપર એકી સાથે 365 ટ્રેઇન કાઇટ ચગાવવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.વિઠ્ઠલભાઇ દેલવાડીયા દર વર્ષે અવનવી ડિઝાઇનના રેપસોપ નાયલોનના પતંગો પોતાની કારીગીરીથી જાતે જ સિલાઇ કરી બનાવે છે. વિઠ્ઠલભાઇ દેલવાડીયા દક્ષિણ ગુજરાતના એકમાત્ર પતંગબાજ છે.