બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By

World Earth Day - આવો ઘરતીનુ કર્જ ઉતારીએ..

પૃથ્વી દિવસ પર વિશેષ

આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. આ દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય. તેમા કોઈ શક નથી કે અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરનુ પુસ્તક 'ઈનકંવીનિએટ ટૂથ' અને 2007માં તેમને સંયુક્ત રાષ્ટ્રના આઈપીસીસીની સાથે સંયુક્ત રૂપથી મળેલ નોબેલ પુરસ્કારઆ તરફ જાગૃતતા વધારવામાં મદદ કરી છે. આમ છતા મુદ્દાનુ સમાધાન હજુ દૂર છે.

બ્રિટનના પૂર્વ ઉર્જા મંત્રી અને હાઉસ ઓફ લોર્ડ્સની જળવાયુ પરિવર્ત પર રિપોર્ટ આપનારી સમિતિના સભ્ય નિગેલ લોસનની એક પુસ્તકમાં કહેવામાં આવ્યુ છે કે પૃથ્વી દિવસ આપણે એ વૈશ્વિક ખાદ્ય સંકટની પૃષ્ઠભૂમિમાં મનાવી રહ્યા છે, જેણે જળાવાયુ પરિવર્તનના કેટલાક નવા પ્રશ્ન ઉભા કર્યા છે. પર્યાવરણ પર પ્રશ્ન જ્યા સુધી તાપમાનમાં વધારાથી માનવતાના ભવિષ્ય પર આવનારા સંકટ સુધી સીમિત રહ્યો ત્યાં સુધી વિકાસશીલ દેશોનુ આ તરફ ધ્યાન નહોતુ ગયુ. હવે જળવાયુ ચક્રનુ સંકટ ખાદ્યાન્ન ઉત્પાદન પર પડી રહ્યુ છે, ત્યારે ખેડૂત એ નક્કી નથી કરી શકતો કે હવે ક્યારે તે બોવણી કરે અને ક્યારે કાપણી ? આવામાં થોડાક દેશ એવા છે જે આ સંકટને નજરઅંદાજ કરી શકે છે. જળવાયુ પરિવર્તન સિવિલ સોસાયટી રિપોર્ટના લોકાર્પણ પર યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેકસિંહ અહલુવાલિયાએ એક વિકાસશીલ દેશના દ્રષ્ટિકોણથી પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોણે આ મુદ્દા પર પહેલ કરવી જોઈએ. ઈશારો અને તર્ક બંને સાચા હતા, પરંતુ વૈશ્વિક ખાદ્ય સંકટના સમયમાં સૌથી વધુ અસર તો વિકાસશીલ દેશો પર જ પડે છે. આવા સમયે જો આપણે પર્યાવરણ પર સામૂહિક પ્રયત્નો માટે જોર લગાવીએ તો તેનો સૌથી વધુ લાભ આપણને જ મળશે.

વર્ષમાં એક જ દિવસ કેમ, રોજ કેમ નહી !

દુનિયાભરમાં વર્ષમાં એક દિવસ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. પરંતુ 1970થી દર વર્ષે 22 એપ્રિલના રોજ મનાવાતો વિશ્વ પૃથ્વી દિવસનુ સામાજિક અને રાજનીતિક મહત્વ છે. આમ તો 21 માર્ચના રોજ મનાવાતો 'ઈંટરનેશનલ અર્થ ડે'ને સંયુક્ત રાષ્ટ્રનુ સમર્થન મળ્યુ છે. પરંતુ આનુ વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધી મહત્વ જ છે. તેના ઉત્તર ગોળાર્ધના વસંત અને દક્ષિણી ગોળાર્થના પાનખરના પ્રતિક રૂપે મનાવવામાં આવે છે. પરંતુ ુનિયાના મોટાભાગના દેશોમાં હવે 22 એપ્રિલ જ 'વર્લ્ડ અર્થ ડે' ના રૂપમાં ઉજવવામાં આવે છે. અત્રે એ ઉલ્લેખનીય છેકે આ દિવસ અમેરિકી સીનેટર ગેલાર્ડ નેલ્સનની મગજની ઉપજ છે જે ઘણા વર્ષોથી પર્યાવરણને સર્વ માટે એક રસ્તો શોધી રહ્યા હતા. આમ તો એવી ઘણી તરકીબ છે જેના દ્વારા આપણે એકલા અને સામૂહિક રૂપે ઘરતીને બચાવવામાં ફાળો આપી શકીએ છીએ. આમ તો આપણે દરેક દિવસ પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈ ને કંઈ કરતા રહેવુ જોઈએ. પરંતુ પોતાની વ્યસ્તતામાં વ્યસ્ત માણસ જો વિશ્વ પૃથ્વી દિવસના દિવસે જ થોડુ ઘણુ યોગદાન આપે તો ઘરતીના કર્જને થોડુ ઉતારી શકે છે.