1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

રાજસ્થાની બાટી

N.D
સામગ્રી : 500 ગ્રામ મકાઈનો લોટ, જીરુ, હિંગ, લાલ મરચું, મીઠુ(બધા મસાલા અંદાજથી, પણ ઘઉંના લોટમાં જેટલો નાખીએ છીએ તેનાથી ડબલ કે થોડો ઓછો તમારા સ્વાદ મુજબ) એક મોટી ચમચી સુકા લીલા ધાણાનો પાવડર, એક ચપટી ખાવાનો સોડો, તેલ.

બનાવવાની રીત - લોટને ચાળીને બધા મસાલા મિક્સ કરો. ઠંડા પાણીથી લોટ બાંધીને બાટી બનાવી લો. એક વાસણમાં પાણી ઉકળવા મુકો, પાણી ઉકળે ત્યારે તેમા બાટીઓ નાખી દો. બાટીઓને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી નીચે ચોંટે નહી. સારી રીતે બફાય જતા બાટીઓ પાણી પર તરવા માંડશે. આ બાટીઓને ઝારાથી કાઢીને ચાયણી પર મુકી દો જેથી પાણી સૂકાય જાય. ગરમ ઓવનમાં સેંકી લો. તેલ ગરમ કરીને બાટીયોનુ મોઢુ ખોલીને તેમા નાખો અને કાઢી લો. મકાઈની આ તળેલી બાટીઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ બાટીને છાશની કઢી અથવા તુવરની દાળ સાથે સર્વ કરો.