સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : રવિવાર, 11 ઑગસ્ટ 2024 (12:41 IST)

કંકોડાનું શાક બનાવાની રીત

Kankoda nu shaak
kankoda nu shaak- ચોમાસામાં મળતુ આ શાક ડાયબિટીજમાં ખૂબજ લાભકારી છે. આ શાકને હીંગ લસણના વઘારથી સરસ સ્વાદિષ્ટ બને છે. આ શાક જુવારની રોટલી સાથે ખાવાની મજા પડે છે. 
 
સામગ્રી
250  ગ્રામ કંકોડા
2 ચમચી તેલ 
8-10 કળી લસણ 
1/2 નાની ચમચી રાઈ 
1/2 નાની ચમચી અજમો 
1 ચપટી હિંગ
1 ચમચી લાલ મરચાં પાઉડર 
3/4 ચમચી ધાણા પાઉડર 
1/4 ચમચી હળદર
1 નંગ લીંબુ
 
રીત
- સર્વપ્રથમ કંકોડા ધોઈને સમારી લો. તેમાં બીયાં હોય તે અલગ કરી નાખો. 
- પછી એક પેનમા તેલ મૂકી તેમાં રાઇ, અજમો અને હિંગ સંતાડો. 
- પછી તેમાં લસણ અને લીલા મરચાને બે સેકન્ડ માટે સાંતળો. હવે સમારેલા કંકોડા અને નાખો. ધીમા ગેસ પર ઢાંકીને ચઢવા દો
- ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું નાખવું. 
- હલાવી સહેજ પાણી નાખી ઉપર પાણી મૂકી ચઢવા દેવું. 
- ચઢી જાય એટલે તેમાં લીંબુ ખાંડ નાખી પીરસો .

Edited By- Monica Sahu