ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 10 એપ્રિલ 2019 (15:42 IST)

અમેરિકામાં ફરીવાર યોજાશે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું ૩ ઓગસ્ટ 2018થી પહેલીવાર ન્યુ જર્સી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 50૦૦ લોકોએ આ ૩ દિવસીય ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. 23થી વધારે ફિલ્મોનું સ્ક્રીનીંગ થયું હતું, જેમાં 12 ફિચર ફિલ્મો, 4 ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનીંગ( શરતો લાગુ , ધાડ, ઢ અને ધ કલર્સ ઓફ ડાર્કનેસ ) તથા ૩ ડોક્યુમેન્ટરી ફિલ્મો તથા 4 શોર્ટ ફિલ્મો દર્શાવવામાં આવી હતી.
હવે ફરીવાર IGFFની દ્વિતીય આવૃત્તિ અમેરિકામાં લોસ એન્જલસ  ખાતે 7 થી 9 જૂન તથા ન્યૂજર્સી ખાતે 15 અને 16 જૂન દરમિયાન એમ 2 શહેરોમાં યોજાશે. આ વર્ષે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હોલીવુડ પહોચશે અને ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ અને બાકીના તમામ સભ્યોએ પાંગરેલા સપનાઓને સાકાર કરશે તથા આખી દુનિયાને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગથી વાકેફ કરશે.
IGFF નો ધ્યેય એ દર્શાવવાનો છે કે ગુજરાતી સિનેમામાં પણ એવી સ્ક્રિપ્ટો અને ફિલ્મો બનાવવાની ક્ષમતા છે જે કોઈ અન્ય ફિલ્મ ઉદ્યોગ સાથે ખભા થી ખભા મેળવી શકે છે.  
IGFFની દ્વિતીય આવૃત્તિના જ્યુરી સભ્યો ગુજરાતી અને હિંદી મનોરંજન જગતના જાણીતા સેલિબ્રિટી છે. (ઉમેશ શુકલા, જય વસાવડા, ગોપી દેસાઈ, સૌમ્ય જોષી) IGFFમાં ફિલ્મ સ્ક્રીનીંગ ઉપરાંત રેડ કાર્પેટ પ્રોગ્રામ, એવોર્ડ સેરેમની અને ફિલ્મ મેકર્સ માટે નેટવર્કિંગની તકો વગેરેનું આયોજન કરવામાં આવશે. 
આ વર્ષે IGFF ફિચર ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ તથા શોર્ટ ફિલ્મ ઉપરાંત મહાત્મા ગાંધીજી ની 150મિ જન્મ જયંતીના અવસરે, શોર્ટ ફિલ્મ ઓન ‘IDEALS of MAHATMA’ ની કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક આવી શોર્ટ ફિલ્મ હરીફાઈ જેમાં ફિલ્મ મેકર્સએ મહાત્મા ગાંધીજી ની વિચારધારા પર ફિલ્મ ( 10 મિનીટ કે તેનાથી ઓછી) બનાવવાની રહેશે.