મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2023 (16:07 IST)

મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનિત મનીષ સૈનીની ગુજરાતી ફિલ્મ 'શુભ યાત્રા' નું પોસ્ટર રીલિઝ

shubhyatra
ગુજરાતી સિનેમામાં હવે રાઉડી પિક્ચર્સનો પ્રવેશ થઈ રહ્યો છે.મલ્હાર ઠાકર અને એમ મોનલ ગજ્જર અભિનીત મનીષ સૈનીની આગામી ગુજરાતી ફિલ્મ 'શુભ યાત્રા' તમને નવી સફર પર લઈ જશે. નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 'ઢ’નું નિર્દેશન કર્યા પછી, મનીષ સૈનીની આગામી મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘શુભ યાત્રા’નું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાર્ટથ્રોબ મલ્હાર ઠાકર અને પ્રતિભાશાળી અભિનેત્રી એમ મોનલ ગજ્જર સાથે બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકારો હિતુ કનોડિયા અને દર્શન જરીવાલા છે.
 
આ ફિલ્મ એક દેવાથી ડૂબી ગયેલા એકાઉન્ટન્ટ અને તેના મિત્ર વિશે છે જે વિદેશ પ્રવાસ કરવા માટે પોતાનું ગામ છોડીને જવાનું નક્કી કરે છે. તેઓ તેમના દેવાંમાંથી ઝડપથી છુટકારો મેળવવા માટે વિદેશી ચલણ કમાવવાનું સ્વપ્ન ધરાવે છે. જો કે, વિઝાની આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવાની તેમની નિરાશા તેમને છેતરપિંડીની પ્રવૃત્તિઓ કરવા મજબૂર કરે છે અને ટૂંક સમયમાં તેઓ મુશ્કેલીઓના આરે આવી જાય છે અને અંતે તેઓ કયો માર્ગ પસંદ કરશે? કેટલીકવાર નૈતિકતા જ આપણને જીવન માં એક માત્ર સાચો માર્ગ દેખાડે છે. 
 
આ ફિલ્મ સાથે રાઉડી પિક્ચર્સ પ્રથમ વખત નિર્માતા તરીકે ગુજરાતી સિનેમામાં પ્રવેશ કરી રહ્યું છે. આ પ્રોડક્શન કંપની દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય અને સ્થાપિત સુપરસ્ટાર્સ નયનતારા અને વિગ્નેશ સિવનની માલિકીની છે. મનીષ સૈની અને અમૃતા પરાંડે દ્વારા સ્થાપિત અમદાવાદ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મ સહ - નિર્મિત છે. શુભયાત્રા તમારી નજીકના સિનેમાઘરોમાં 28મી એપ્રિલ 2023ના રોજ રિલીઝ થશે.