સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2019 (16:24 IST)

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર વિક્રમ ઠાકોરના ફેસબુક પેજને હેક કરી અપલોડ કરી અશ્લીલ ફિલ્મ

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર અને જાણિતા ગાયક વિક્રમ ઠાકોરના ફેસબુક પેજને કોઇએ હેક કરી પોર્ન ફિલ્મ અપલોડ કરી દીધી હતી. ત્યારબાદ વિક્રમ ઠાકોરે એક વીડિયો અપલોડ કરતાં પોતાના  ફેન્સની માફી માંગતા કહ્યું કે કેટલાક લોકોએ આવું કામ કરી મને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તેમને છોડીશ નહી. 
 
આ મામલે વિક્રમ ઠાકોરે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે કેટલાક લોકો આમ કરીને ગેરકાનૂની હરકત કરીને મારી છબિને ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ મેં આ મામલે સાયબર સેલમાં એફઆઇઆર નોંધાવી છે. 
વિક્રમ ઠાકોર જેવા જાણિતા કલાકારના ફેસબુક પેજ પર આ પ્રકારનો અશીલ વીડિયો અપલોડ થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી હતી. ત્યારબાદ વિક્રમ ઠાકોરે સામે આવીને લોકોને જાણકારી આપી કે કેટલાક લોકોએ તેમનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું. જોકે આ મામલે સાઇબર ક્રાઇમે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.