શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : ગરમીથી પરેશાન છો ?

P.R
ઉનાળો આવતા તાપમાનમાં ફેરફારની સાથે જ શરીર પર પણ તેની અસર જોવા મળે છે. ઘરની બહાર નીકળતા એવું લાગે છે જાણે આગમાં ચાલવાની કોઈ સજા આપી રહ્યું છે. પ્રત્યેક પળે એવુ લાગે કે પાણીની અંદર જઈને બેસી જઈએ અથવા તો માટલુ ભરીને પાણી પી જઈએ. ગરમીથી બચવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ. ચાલો આજે અમે તમને બતાવીએ કે ગરમીથી તમારા શરીરને કેવી રીતે બચાવશો.

કૂદરતે દરેક ઋતુને અલગ બનાવી છે, પણ સાથે સાથે તે ઋતુને અનુરૂપ કેટલીય લાભદાયી વસ્તુઓ પણ આપણને આપી છે. જેવી રીતે ઠંડીમાં આપણા શરીરને ગરમી મળે તે માટે આપણે ગરિષ્ઠ ખોરાક અને ગરમી આપનારા ફળ અને શાકભાજી આપ્યા છે તેવી જ રીતે ગરમીથી બચવા માટે પણ ઘણાં બઘાં રસીલા ફળ જેવા કે મોસંબી, નારંગી, તરબૂચ, શક્કર ટેટી, કાકડી, દ્રાક્ષ, લીંબુ, નાળીયેર વગેરે આપેલા છે જેને ખાવાથી શરીરને ઠંડક મળે છે.

આ બધા શાકભાજી અને ફળ ન તો ફક્ત શરીરમાં થયેલી પાણીને કમી દૂર કરે છે પણ જરુરી ખનીજ પદાર્થ પણ પૂરા પાડે છે. આ બઘા પદાર્થ એવા છે કે તેનાથી ત્‍વચા પણ સુંદર થાય છે. આને તમે સલાડ તરીકે પણ ખાઈ શકો છો.

- સવારે અગીયારથી ચાર વાગ્યા સુઘી સૂર્યના કિરણો વઘુ તીવ્ર હોવાથી તે સમય દરમિયાન બહાર જવાનુ ટાળો.

- બહાર જવુ હોય તો હંમેશા સન ગ્લાસ, સમરકોટ આદિ પહેરીને નીકળો.

- ગ્લુકોઝવાળુ પાણી હંમેશા સાથે રાખો.

- સવાર સાંજ કસરત કરો.