Health tips in gujarati- શિયાળામાં કારગર સાબિત થાય છે સરસવનું તેલ
સરસવના બી ખૂબ લાભદાયક છે . એમાં કેલોરી ઓછી અને ડાયેટ વેલ્યુ વધારે હોય છે. એની સુગંધ ખૂબજ મોહક હોય છે. આ એક મહત્વપૂર્ણ મસાલો છે. ભારતમાં ઘણા વ્યંજનોમાં એનો વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવે છે.
સરસવનું તેલ સરસવના બીયામાંથી કાઢવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિક નામ બ્રાસિકા નિગ્રા છે. રસોઈ બનાવવા ઉપરાંત આનો પ્રયોગ ઘણી પારંપરિક પ્રક્રિયાઓમાં પણ કરવામાં આવે છે. જેમ કે પવિત્ર દીવો પ્રગટાવવો વગેરે. સરસવના તેલમાં લગભગ 60 ટકા મોમોસિચ્યુરિએટ ફેટી એસિડ અને 20 ટકા પોલી અનસેચુરેટિડ એસિડ હોય છે. શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરનું સંતુલન બનાવી રાખવા હૃદય રોગોના ખતરાને ઓછો કરી શકાય છે.
લાભ -
1. સરસવના તેલમાં વિટામિન એ, વિટામિન ઈ , પ્રોટીંસ અને એંટી આક્સીડેંટ રહેલ હોય છે. આ તત્વો વાળ માટે લાભદાયક છે. વાળના વિકાસ માટે સરસવનું તેલ એક ઉત્પ્રેરક રીતે કામ કરે છે. એમાં રહેલ વિટામિન્સ એ વાત જણાવે છે કે વાળનો વિકાસ તેજીથી અને સ્વાસ્થ્યપ્રદક રીતે થાય છે અને વાળ ખરતાં નથી . આ વાળ માટે એક સુરક્ષિત અને પ્રાકૃતિક કંડીશનર છે અને આનાથી વાળ સિલ્કી અને સાફ્ટ બને છે.
2. સરસવના તેલમાં રહેલા ફેટી એસિડસ એને સારું વાઈટલાઈજર બનાવે છે. કારણકે આ તેલ વાળની મૂળોને પોષણ આપે છે. વાળનો ગ્રોથ વધારવા માટે અને વાળ ખરતાં અટકાવા માટે નિયમિત રીતે એની માલિશ કરવી જોઈએ.
3. સરસવના તેલમાં એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ગુણ રહેલા હોય છે. જયારે ભોજનના માધ્યમથી સરસવનું તેલનું સેવન કરાય છે. આ પાચન પ્રણાલીના બધા ભાગ જેમ કે પેટ આંતરડા અને યુરિનરી ટ્રેકટની ઈંફેકશનથી આપણો બચાવ કરે છે. એનો ઉપયોગ એંટી બેક્ટીરિયલ તેલના રૂપમાં પણ કરાય છે. ફંગશ ઈફેક્શનથી બચવા માટે આ તેલ સીધુ સ્કીન પર લગાવી શકાય છે.
4. જો સરસવના તેલનો નિયમિત રીતે સેવન કરાય તો આ માઈગ્રેનના દુ:ખાવાથી રાહત આપવમાં ખૂબ મહત્વપૂર્ણ સિદ્ધ થાય છે. કહેવાય છે કે આ પાચક રસની પણ પૂર્તિ કરે છે. જે આપણા યોગ્ય પાચનમાં સહાયક હોય છે. જે લોકો ઉંઘરસ- શરદી ,અસ્થમા અને સાયનસથી પીડિત છે ,તેમને સરસવનું તેલ ખૂબ જ લાભદાયક છે.
5. સરસવના તેલનો ઉપયોગ માલિશ માટે કરાય છે. કારણ કે એવું કહેવાય છે કે આ લોહીના પ્રવાહ,માંસપેશિયોને મજબૂત કરે છે અને ત્વચાની સુડોલતાને વધારવામાં સહાયક છે.
6. પેઢા પીળા થઈ ગયાં હોય અને તેમાંથી લોહી અને પસ આવતો હોય તેમજ દુ:ખાવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો 1-2 ચમચી સરસોનું તેલ અને અડધી ચમચી એકદમ ઝીણું વાટેલુ મીઠું ભેળવીને મોઢામાં મુકી દો. આને અડધા કલાક સુધી મોઢામાં રહેવા દો અને મોઢામાં લાળ વધે તો ધીમે ધીમે થુંકતા રહો. અડધા કલાક સુધી ધીમે ધીમે થુંકતા રહો અને ત્યાર બાદ પાણીથી કોગળા કરી લો. આ ખુબ જ અસરકારક પ્રયોગ છે.