રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

ગૈસ, એસીડીટી, ખાટા ઓડકારથી પરેશાન છો તો અજમાવો આ 10 ઘરેલૂ ઉપાય

acidity
આમ તો પેટમાં રહેલ વધારાની ગૈસને બહાર કાઢવા માટે ઓડકાર આવવો એક સ્વભાવિક પ્રક્રિયા છે. પણ જરૂર કરતા  વધાર ઓડકાર આવવા, ખાસ કરીને ખાટા ઓડકાર પરેશાન કરી નાખે છે. ઘણી વાર તેના કારણે આપણને લોકોની સામે શરમ પણ લાગે છે. હવે તમને જ્યારે પણ ઓડકાર આવે તો તેનાથી છુટકારો મેળવવા માટે અજમાવો આ 10 ઘરેલૂ ઉપાય 
 
1. ઈલાયચી ખાવાથી પેટમાં ડાઈજેસ્ટિવ જૂસ જલ્દી બને છે. જેના કારણે પેટમાં ગૈસ બને છે. સાથે જ ઈલાયચીના સેવનથી પેટનો ફૂલવુ પણ ઓછું હોય છે. પેટની ગૈસ અને ઓડકારથી રાહત મેળવવા માટે દરરોજ 
દિવસમાં 3 વાર  ઈલાયચીના દાણા ચાવો. 
 
2. ભોજન પછી અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવવી તેનાથી વાર-વાર આવતી ઓડકારથી રાહત મળે છે. વરિયાળી ખાવવાથી પેટની ગૈસ અને ઓડકારમાં રાહત મળે છે. વરિયાળી પાચન તંત્રને રાહત આપવાની 
સાથે સાથે, પેટ ફૂલવા, ખરાબ હાજમા, ગળામાં બળતરા જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે.
 
3. પેટમાં ગૈસ થતા પત હીંગ પાઉડરને રૂમાં લઈ ભીની કરીને નાભિ પર રાખવું. તેનાથી પેટની ગૈસ નિકળી જશે અને પેટના દુખાવાની તકલીફ પણ ઠીક થઈ જશે. 
 
4. પેટમાં ગૈસ, એસીડીટી, ખાટી ઓડકાર વગેરેની સમસ્યા હોય તો સંતરાના રસમાં થોડો શેકેલુ  જીરું અને સિંધાલૂણ નાખી પીવો. તેનાથી તમને જલ્દી આરામ મળશે. 
 
5. દરરોજ ભોજનમાં દહીં કે છાશ શામેલ કરવું. તેનાથી પેટમાં ગૈસ અને ખાટા ઓડકારથી રાહત મળે છે. 
6. કેમોમાઈલ ટી પીવાથી પેટમાં ગૈસ નહી બને, સાથે જ તેના સેવનથી ઓડકાર, પેટના દુખાવા જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. જો વધારે ઓડકારઆવી રહયા  હોય તો તમે દિવસમાં 2-3 કપ કેમોમાઈલ ટી પી શકો છો. 
 
7.પેટમા ગૈસ થતા એક ચમચી અજમામાં 1/4 ચમચી લીંબૂનો રસ મિક્સ કરી ચાટવું. તેનાથી ગૈસ તરત શાંત થશે અને ઓડકારથી પણ રાહત મળશે. 
 
8. જો એસિડીટીથી પરેશાન છો તો સવારે બે કેળા ખાઈને એક કપ દૂધ પીવો. આવુ નિયમિત રૂપથી કરવાથી થોડા જ દિવસોમાં એસિડીટીથી રાહત મળી જશે. 
 
9. એસિડીટી અને ગૈસની તકલીફમાં ચોકર સાથે રોટલી ખાવાથી ફાયદો હોય છે. 
 
10. ભોજન પછી દૂધની સાથે બે મોટી ચમચી ઈસબગોલ લેવાથી એસિડીટીમાં લાભ મળે છે.