શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (10:35 IST)

ફ્રિજમાં હંમેશા રહેવી જોઈએ આ 5 આહાર

એ જરૂરી છે કે ઊંઘતી વખતે એવો પૌષ્ટિક આહાર લેવામાં આવે જેનાથી આપણું પેટ ભરાયેલું લાગે. રાતે ખાધા છતાં પણ જો ભૂખ લાગે તો ઘરનું ફ્રિઝ બહુ કામ લાગે છે. કારણ કે તેમાં એવું કંઇક ને કંઇક તો હોય જ છે જેનાથી આપણા પેટની ભૂખ સંતોષી શકાય. વાત કરીએ કે ફ્રિઝમાં એવી કઇ કઇ વસ્તુઓ રાખવી જોઇએ જે રાતે આપણા ખાવામાં કામ લાગે...
 
પૌષ્ટિક ફળ : સફરજન, પપૈયું, સ્ટ્રોબેરી અને દ્રાક્ષ જેવા ફળો પૌષ્ટિક તો હોય જ છે સાથે તેને અનેક દિવસો સુધી ફ્રિઝમાં સ્ટોર કરીને રાખી શકાય છે. આ ફળો ખાવાથી શરીરમાં ચરબી પણ ઓછી થાય છે. જ્યારે પણ તમે ઉતાવળમાં હોવ કે થાકેલા હોવ ત્યારે તમે તેનું સેવન કરી શકો છો.
 
વિટામિન યુક્ત શાકભાજીઓ : કેટલાંક શાકભાજીઓ જેવા કે ટામેટા કે ગાજર ખાવાથી પણ પેટ ભરાયેલું રહે છે અને સ્વાદમાં પણ તે બહુ ટેસ્ટી હોય છે. ટામેટા ખાવાથી શરીરની ચરબી બળે છે અને ગાજરમાં વિટામિન એ હોય છે જેનાથી આંખોની રોશની વધે છે. માટે આ બંને શાકભાજી તમારા ફ્રિઝમાં અચૂક રાખો.
 
ચરબીરહિત દૂધ: ચરબીરહિત દૂધ રાતે તમારી ભૂખને દૂર કરશે. તે સ્વાસ્થ્યના હિસાબે પણ બહુ ગુણકારી હોય છે. કોઇપણ સમયે દૂધને ફળ સાથે ખાવાથી પણ સ્વાસ્થ્ય સારું રહે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે અને ચરબીરહિત દૂધમાં ફેટ નથી હોતું.
 
સ્વાસ્થ્ય માટે ઉત્તમ દહીં: સ્વાસ્થ્યથી ભરપૂર દહીં તમે એકલું ખાઇ શકો છો કે પછી કોઇ સલાડમાં નાંખીને તેનો પ્રયોગ કરી શકો છો. જ્યારે પણ તમે કોલેજ કે ઓફિસ માટે મોડા પડી રહ્યા હોવ ત્યારે દહીંમાં મીઠું કે ખાંડ નાંખીને ખાવાથી પેટ ભરાયેલું રહે છે અને સ્વસ્થ પણ રહે છે.