બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : ગુરુવાર, 9 જૂન 2022 (13:05 IST)

How to Make Roti - રોટલી કેવી રીતે બનાવવી જાણો સહેલી રીત

આજે હુ આપને રોટલી બનાવવાની સહેલી રીતે બતાવી રહી છુ. ઘણા  લોકો એવા હોય છે જેમની પાસે ટાઈમ નથી હોતો કે તેઓ રસોઈ બનાવી શકે અને તેમાથી મોટાભાગના સ્ટુડેંટ જ હોય છે. તો એવા લોકો માટે ખૂબ જ ખુશીની વાત રહેશે કે આજે તેમને માટે પણ એક ઉપાય શોધી લીધો છે અને આ તમારે માટે ખૂબ જ સરળ છે.  રોટલી અનેક પ્રકારની અને અનેક રીતે બનાવવામાં આવે છે. ઘઉના લોટની, મકાઈના  લોટની, બાજરીના લોટની અને ઘણા લોકો મિક્સ લોટની પણ બનાવે છે. પણ આપણે મોટેભાગે ઘઉના લોટની જ બનાવીએ છીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ.. 
 
સામગ્રી - લોટ 2 કપ, 
ગરમ પાણી 1 કપ
તેલ અથવા ઘી - 2 ચમચી 
 
બનાવવાની રીત - 
- સૌ પહેલા લોટમાં તેલ્નાખો. 
-  પછી થોડુ થોડુ કરીને પાણી નાખો.  જ્યા સુધી લોટ સારી રીતે મિક્સ ન થઈ જાય. 
- હવે બાંધેલા લોટને 15 મિનિટ સુધી કોઈ વસ્તુથી ઢાંકી દો. 
- હવે ગેસ ઓન કરીને તવો ગરમ કરવા મુકો 
- તવો ગરમ થાય ત્યા સુધી રોટલી વણી લો. 
- આ માટે બાંધીલા લોટને એકવાર ફરી હાથ વડે સારી રીતે મિક્સ કરો 
- થોડો સુકો લોટ લો 
-  બાંધેલા લોટના એકસરખા નાના નાના લૂઆ કાપી લો 
- ત્યારબાદ લૂઆને સૂકા લોટમાં ગોળ ગોળ ફેરવી અને તેને આયણી પર મુકો અને વેલણથી વણી લો 
- જ્યારે તે પૂરી જેટલી મોટી વણાય્ય ત્યારે ફરી એકવાર સૂકા લોટમા લપેટી લો અને ફરી વણી લો 
- હવે રોટલીના આકારનુ કોઢી ઢાંકણુ લો અને તેને રોટલી પર મુકીને દબાવી દો. 
- ઢાંકણની બહાર નીકળેલો ભાગ હટાવી લો 
- લો તમારી રોટલી તૈયાર છે હવે તેને તવા પર નાખી દો. 
- તવો ગરમ થઈ ગયો હશે. રોટલીને 3-4 સેકંડ પછી પલટાવી દો 
- ત્યારબાદ બીજી રોટલી માટે લોઈ બનાવી લો 
- તવા પર મુકેલી રોટનીને થોડી ફેરવી દો અને હળવા હાથથી ચારે તરફથી દબાવો 
- પછી પલટાવીને હળવા હાથે કપડા વડે ચારે તરફના ખૂણેથી દબાવશો તો તમારી રોટલી ફુલી જશે. 
- પછી રોટલીને કોઈ વાસણમાં મુકી દો અને બીજી રોટલી વણીને સેકો. 
 
આશા છે કે તમને રોટલી બનાવવાની આ સહેલી રીતે ગમી હશે.