ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. સ્વતંત્રતા દિવસ 08
Written By નઇ દુનિયા|

બધા ખોઈ બેસ્યા છે હોશ

N.D
સાહીઠ વર્ષ ઓછા નથી હોતા - શીખવા માટે. જેમણે ગુલામી જોઈ તે વૃધ્ધ થઈ ચૂક્યા છે. જેમને સ્વતંત્ર ભારતમા શ્વાસ લીધો છે તેઓ આનુ મૂલ્ય જાણવા તૈયાર નથી.

રાજનીતિ અને ધર્મએ મળીને આ દેશને ચૂનો લગાવી રહ્યા છે. આજે તો ધર્મના નામે અફીણ ચટાડી દેવામાં આવે છે અને વિચારો, તર્ક બેઅસર થઈ જાય છે. યુવાઓમાં વિવેક ચેતના ઉત્પન્ન જ નથી થવા દેવામાં આવતી. અધૂરામાં પૂરો ટીવી અને ફિલ્મોનો સપ્તરંગી જાળ છે જ. આ બધુ મળીને જનતાને હોશમાં આવા જ નથી દેતા.

સરકાર એટલી સ્વાર્થી અને નકામી છે કે એવુ લાગે છે કે એક સરકાર સાથે બીજી અનેક સરકાર રાજ કરે છે. આ ફિલ્મ નહી ચાલે, આ હીરો-હીરોઈનો મંજૂર નથી, આ મેચ અહીં નહી થાય. ખબર નહી આ લોકો પર લાઠીચાર્જ કેમ નથી થતો.

દેશ આગળ નહી પણ એવુ લાગે છે કે પાછળ ઘકેલાઈ રહ્યો છે. ખબર નહી હંમેશા બીજાને દોષ આપનારા લોકો પોતાનો વાંક ક્યારે જોશે ?
મંદિર-મસ્જિદ કે શ્રાઈન જમીનના મુદ્દે મરવા મારવા પર ઉતરી આવનારાઓ આપણે આપણી સતર્કતા અને જવાબદારીઓ ક્યારે સમજીશુ ? આત્મા સચેત કરે છતા આપણે અહીં-તહીં થૂંકી દઈશુ. આવારા પશુઓને મારવા માટે પોલીથિનમાં એંઠવાડો અને કચરો એ પણ રસ્તા વચ્ચે ફેકીશુ. સાર્વજનિક બગીચાઓમાં કચરો કરીશુ. અવ્યવસ્થા ફેલાવીશુ. ઓછામાં ઓછી આ નાની-નાની વાતો પ્રત્યે તો સજાગતા કેળવીએ.

આજે જરૂર છે ધર્મ નિરપેક્ષતા અને લોકતંત્રના નામ પર ઢોંગ બંધ કરવની. સરકારમાં ઈમાનદારી અને દ્દઢતા જરૂરી છે.

નોકરીઓમાં ભરતી કરવાની પારંપારિક રીત બદલવી પડશે. આને વ્યવ્હારિક બનાવવી પડશે.