અભિષેક બચ્ચને રેડ કાર્પેટ પર એશ્વર્યા રાય સાથે કર્યો ખરાબ વ્યવ્હાર જુઓ વીડિયો
અત્યાર સુધી તમે એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનને હંમેશા એક ક્યૂટ કપલ અને પાવર કપલની મિસાલના રૂપમાં જ જોયા હશે. ઈવેંટ હોય કે કારપેટ એંટ્રી બંને સ્ટાર્સની રોમાંટિક કૈમિસ્ટ્રી હંમેશા મીડિયાને આકર્ષિત કરતી આવી છે. પણ હવે કદાચ એશ્વર્યા અને અભિષેક વચ્ચે બધુ જ ઠીક નથી. કારણ કે તાજેતરમાં જ સરબજીતની સ્ક્રીનિંગના પ્રસંગ પર અભિષેક બચ્ચને એશ્વર્યા સાથે અણગમતો વ્યવ્હાર કર્યો.
અભિષેક બચ્ચને એશ્વર્યા સાથે આ પ્રકારના વ્યવ્હારનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને Lehren TV તરફથી યૂટ્યૂબ પર રજુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરબજીતની સ્ક્રીનિંગ પર આખુ બચ્ચન ફેમિલી અને એશ્વર્યાના માતા-પિતા અને ભાઈ પણ પહોંચ્યા હતા. રેડ કાર્પેટ અપિયરેંસ દરમિયાન એશ અને અભિષેકને મીડિયા કેમેરામાં કેદ કરવામાં લાગી હતી. ત્યારે એક ઘટના એવી બની જેનાથી મીડિયા તો ચોંકી જ ગયુ અને એશ્વર્યા પણ ઉદાસ થઈ ગઈ. આ અવસર પર અભિષેક એશ્વર્યાને નજરઅંદાજ કરતા જોવા મળ્યા.
જેમ તેમ એશ્વર્યાએ અભિષેકને મીડિયા ફોટોશૂટ કરવા માટે મનાવ્યો પણ આ દરમિયાન અભિષેકનો ચેહરો ઉદાસ જોવા મળ્યો. જે સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. અને અચાનક અભિષેક એશ્વર્યાને એકલી છોડી રેડ કારપેટ પરથી જતા રહ્યા. આ જોઈને એશ્વર્યા પણ નવાઈ પામી અને ઉદાસ થઈ ગઈ. અભિષેકના આ પ્રકારના વ્યવ્હારથી ઉદાસ એશ્વર્યા મીડિયાને થેંક્સ કહેતા નીકળી ગઈ.