રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (19:50 IST)

KXIPvsMI : કિંગ્સ XI પંજાબે જીત્યો ટોસ, જાણો બંને ટીમોની પ્લેઈંગ XI

ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનની 13મી મેચ કિંગ્સ XI પંજાબ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાય રહી છે. કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીત્યો અને કપ્તાન કેએલ રાહુલે મુંબઈ ઈંડિયંસને પહેલા બેટિંગ કરવાનુ આમંત્રણ આપ્યુ છે. 
 
હેડ ટૂ હેડ 
 
બંને ટીમો વચ્ચે આજ સુધી કુલ 24 આઈપીએલ મેચ રમાઈ છે. જેમાથી મુંબઈ ઈંડિયંસે 13 જ્યારે કે કિંગ્સ ઈલેવન પંજાબે 11 મેચમાં જીત નોંધાવી છે. છેલ્લી પાંચ મેચ પર નજર નાખીએ તો તેમાથી 3 મુંબઈ ઈંડિયંસે જ્યારે કે બે કિંગ્સ ઈલેવન પંજાબે જીતી છે. 
 
કિંગ્સ XI પંજાબના પ્લેઈંગ XIમાં એક ફેરફાર અને મુંબઈ ઈંડિયંસ ટીમમાં કોઈ ફેરફાર નથી 
 
કિંગ્સ ઈલેવન પંજાબે પ્લેઈંગ XIમાં ગુરૂગન અશ્વિનના સ્થાન પર કૃષ્ણપા ગૌતમને સ્થાન આપ્યુ છે. તો બીજી બાજુ મુંબઈ ઈંડિયંસે પોતાના પ્લેઈંગ XIમાં કોઈ ફેરફાર કર્યો નથી. 
 
બંને ટીમના પ્લેઈંગ XI
 
મુંબઈ ઇન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિટન ડિ કોક (વિકેટકીપર), સૂર્યાકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બૉલ્ટ, જસપ્રિત બુમરાહ
 
કિંગ્સ ઇલેવન પંજાબ: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટ કીપર), મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, કરુણ નાયર, જેમ્સ નીશામ, સરફરાઝ ખાન, ક્રિશ્નપ્પા ગૌથમ, મોહમ્મદ શમી, શેલ્ડન કોટ્રેલ, રવિ બિશ્નોઈ