1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (23:57 IST)

RCB vs CSK Live Score, IPL 2021: બોલરો પછી ચમક્યા બેટ્સમેન, ચેન્નઈએ આરસીબીને 6 વિકેટથી હરાવ્યુ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 35 મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. CSK એ RCB દ્વારા આપેલ 157 રનનો લક્ષ્યાંક 18.1 ઓવરમાં 4 વિકેટના નુકસાને મેળવી લીધો હતો. ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડે 38 અને અંબાતી રાયડુએ 32 રન બનાવ્યા હતા.  RCB તરફથી બોલિંગ કરતા  હર્ષલ પટેલે બે વિકેટ લીધી હતી. અગાઉ ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરુએ 6 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિકલે 70 રન અને કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર 53 રન બનાવ્યા હતા. બોલિંગમાં ડ્વેન બ્રાવોએ ત્રણ અને શાર્દુલ ઠાકુરે CSK તરફથી બે વિકેટ લીધી હતી.


 


11:17 PM, 24th Sep
- વાનીંદુ હસરંગાની આ ઓવરમાં, રૈનાએ ચોગ્ગો અને પછી છગ્ગો ફટકારીને ચેન્નઈની જીત લગભગ નિશ્ચિત કરી દીધી છે. 17 ઓવર બાદ ટીમે 4 વિકેટે 145 રન બનાવ્યા. ધોની 2 અને રૈના 15 રન રમી રહ્યા છે.

09:59 PM, 24th Sep
- ચેન્નઈએ બીજી ઓવરમાં 10 રન બનાવ્યા છે. બે ઓવર બાદ તેનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 18 રન છે. ડુ પ્લેસિસે આ ઓવરના બીજા બોલ પર સિક્સર પણ ફટકારી હતી.
- ડુ પ્લેસિસે પોતાની અંદાજમાં સ્કૂપ શોટ રમતા છ રન બનાવ્યા છે. તેમણે બીજી ઓવર લઈને આવેલા નવદીપ સૈનીના બીજા બોલ પર સ્કૂપ શોટ રમ્યો,અને ફાઇન લેગ પર સિક્સર મારી.